________________
P ૧૦૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
સ. ૭માં પ્રદ્યુમ્નની યુવાવસ્થા, સોળ લાભની પ્રાપ્તિ, માતાપિતા સાથે પ્રદ્યુમ્નનો કલહ અને નારદનું આગમન એ બાબતો હાથ ધરાઇ છે.
૬૨
સ. ૮માં પ્રદ્યુમ્નનું દ્વારકામાં આગમન અને એનો પોતાનાં માતાપિતા સાથેનો સમાગમ એ બે બાબતો વર્ણવાઈ છે.
સ. ૯.માં શાંબનો જન્મ, પ્રદ્યુમ્નનાં વૈદર્ભી સાથેનાં લગ્ન અને શાંબનાં ૯૯ કન્યા સાથેનાં લગ્ન એ બાબતો વર્ણવાઇ છે.
સ. ૧૦માં કૃષ્ણે કરેલો જરાસંઘનો વધ અને એમને થયેલી રાજ્યની પ્રાપ્તિ એ બે હકીકત અપાઈ છે.
સ. ૧૧માં સાગરચન્દ્રનાં કમલામેલા સાથેના લગ્ન, ઉષાનું હરણ અને બાણનો વધ એ બે બાબતોનું વર્ણન છે.
સ. ૧૨માં નેમિનાથનાં લગ્નનો પ્રસંગ, એમણે લીધેલી દીક્ષા, એમને થયેલું કેવલજ્ઞાન અને એમણે કરેલી તીર્થની સ્થાપના એમ વિવિધ હકીકતો આલેખાઇ છે.
સ. ૧૩માં દ્રૌપદીનું હરણ, કૃષ્ણ અને પાંડવોનું અમરકંકામાં ગમન અને દ્રૌપદીને પાછી મેળવવી, પાંડવોનું દેશાટન અને એમનું દ્વારકામાં આગમન એ બાબતો અપાઇ છે.
સ. ૧૪માં દેવકીના છ પુત્રો, ગજસુકુમાલ અને સાગરચન્દ્રના વૃત્તાંત અપાયા છે. ત્યાર બાદ દેવે કરેલી કૃષ્ણની પરીક્ષા અને એ દેવ દ્વારા એમને ભેરીની થયેલી પ્રાપ્તિ એ બાબતો રજૂ કરાઈ છે. ત્યાર પછી ધન્વન્તરિ અને વૈતરણ એ બે વૈદ્યોનો અને ઢંઢણકુમારનો અધિકાર વર્ણવાયો છે.
સ. ૧૫માં રથનેમિ અને રાજીમતીનો પ્રસંગ રજૂ કરાયો છે અને શાંબની અને કૃષ્ણના એક અભવ્ય પુત્ર નામે પાલકની હકીકત અપાઈ છે.
સ. ૧૬માં દ્વારિકાના નાશ વિષે અને સ્વકીય મૃત્યુ વિષે કૃષ્ણે નેમિનાથને કરેલા પ્રશ્ન અને એમને મળેલા ઉત્તર, પ્રદ્યુમ્ન, શાંબ વગેરેની દીક્ષા, દ્વારિકાનો દાહ અને કૃષ્ણનું અવસાન એમ વિવિધ બાબતો અપાઈ છે.
સ. ૧૭માં બલદેવની દીક્ષા, તપશ્ચર્યા અને પાંચમાં સ્વર્ગની એમને થયેલી પ્રાપ્તિ તેમ જ પ્રદ્યુમ્ન, શાંબ વગેરેને થયેલું કેવલજ્ઞાન અને એમની મુક્તિ વર્ણવાયાં છે. અંતમાં ૧૫ શ્લોકની પ્રશસ્તિ અપાઈ છે અને એ દ્વારા આનન્દવિમલસૂરિથી માંડીને કર્તાના ગુરુ શાન્તિચન્દ્ર સુધીની પરંપરાનો ઉલ્લેખ કરાયો છે.એ ઉપરથી આનન્દવિમલસૂરિના શિષ્ય તે સહજકુશલગણિ અને એ ગણિના શિષ્ય તે ઉપાધ્યાય સકલચન્દ્ર છે અને એ સકલચન્દ્રના શિષ્ય વાચક શાન્તિચન્દ્ર તે પ્રસ્તુત ચરિતના કર્તાના ગુરુ થાય છે એ વાત જાણી શકાય છે.
સમાનનામક અન્ય કૃતિઓ–દિ.પં. રઇધૂએ અપભ્રંશમાં અને કવિ સિદ્ધિએ તેમ જ કવિ રહણે પાઇયમાં પણચરિય નામની એકેક કૃતિ રચી છે. ભોગકીર્તિએ, વાદિચન્દ્રે અને સકલકીર્તિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org