________________
૬૦
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
આઠમા સર્ગના પ્રારંભમાં કાલસંબર ખગેન્દ્રના ગૃહમાં પ્રદ્યુમ્ન ઉછરે છે અને યૌવન પામે છે એ હકીકત અપાઈ છે.
નવમા સર્ગમાં કહ્યું છે કે નારદના કહેવાથી પ્રદ્યુમ્ન પોતાની માતા રુક્મિણીને મળવા જાય છે. એ વખતે એ પ્રદ્યુમ્ન જે વિમાન બનાવે છે તેનું વર્ણન અહીં કરાયું છે. આ સર્ગમાં નિમ્નલિખિત પ્રસંગનું પણ વર્ણન છે –
પ્રદ્યુમ્ન સાધુવેષમાં પોતાની માતા રુક્મિણીને મળે છે અને ભાનુનું લગ્ન પહેલું થશે એટલે સત્યા સાથેની પ્રતિજ્ઞા પ્રમાણે રુક્મિણિને માથાના વાળ આપવા પડશે એ વાત જાણે છે. પ્રદ્યુમ્ન અસલ રૂપ ધારણ કરી પોતાની માતાને નમે છે. પછી એ બાળક, બ્રાહ્મણ અને સિંહના રૂપ વિકુર્વે છે. ત્યાર બાદ એ યાદવોને ઉદેશીને કહે છે કે હું આ રુક્મિણીને હરી જાઉં છું.
દસમા સર્ગમા પ્રદ્યુમ્ન અને એમના પિતા કૃષ્ણ વચ્ચેનું દારુણ યુદ્ધ વર્ણવાયું છે. નારદ વચ્ચે પડતાં બંને એકબીજાને સ્નેહપૂર્વક મળે છે એ બાબત રજૂ કરાઈ છે.
અગિયારમાં સર્ગમાં કૃષ્ણ અને જંબૂવતીના પુત્ર શંવ (શાલ)નો પૂર્વભવ-પૂર્વકનો વૃત્તાંત અપાયો છે.
બારમાં સર્ગમાં નેમિનાથનું ‘ઊર્જયન્ત' યાને ગિરનાર ગિરિ ઉપર આગમન, કૃષ્ણનું સપરિવાર વંદનાર્થે પ્રયાણ, સમવસરણનું વર્ણન, નેમિનાથની યાદવોએ કરેલી સ્તુતિ, નેમિનાથે આપેલી તાત્વિક 'દેશના, દ્વારવતીનો નાશ અને કૃષ્ણનું મૃત્યુ કોનાથી થશે એ પ્રશ્નના ઉત્તર તથા કૃષ્ણ સ્વજનોને દીક્ષા લેવા માટે આપેલી અનુજ્ઞા એમ વિવિધ બાબતો વર્ણવાઈ છે.
તેરમા સર્ગમાં પ્રદ્યુમ્ન પોતાનાં માતાપિતા અને પત્નીઓની દીક્ષા માટે અનુજ્ઞા મેળવી નેમિનાથ પાસે દીક્ષા લે છે એ હકીકત વર્ણવાઈ છે.
ચૌદમા-અંતિમ સર્ગમાં જૈન મુનિ બનેલા પ્રદ્યુમ્ન જે જાત-જાતની બાહ્ય તેમ જ આત્યંતર તપશ્ચર્યા કરી અને ક્યા ક્યા ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું તે બાબત દર્શાવાઈ છે. આ ઉપરાંત મદિરાના પાનથી ભાન ભૂલેલા યાદવોએ કપાયનની વિડંબના કરી એનો ઉલ્લેખ કરાયો છે. અંતમાં પ્રદ્યુમ્ન મોક્ષે ગયા એ વાત રજૂ કરાઈ છે.
પ્રદ્યુમ્નચરિત્ર (વિ. સં. ૧૫૩૦)–આ કાવ્ય દિ. ભીમસેનના શિષ્ય સોમકીર્તિએ રચ્યું છે. એની બે વાચના મળે છે. એકમાં ચૌદ સર્ગ છે અને એનું પરિમાણ ૪૮૫૦ શ્લોક જેવડું છે જ્યારે બીજીમાં સોળ સર્ગ છે અને એનું પરિમાણ લગભગ ૬૦૦૦ શ્લોકનું છે. આમાં પ્રદ્યુમ્નનું વિસ્તૃત ચરિત્ર આલેખાયું છે.
પ્રદ્યુમ્નચરિત્ર (વિ. સં. ૧૬૩૦)-આ ખરતર’ ગચ્છના સમયસુન્દરમણિની વિ. સં. ૧૬૩૦ની રચના છે. ૧. સ. ૧૨, શ્લો. ૩૦માં કહ્યું છે કે નેમિનાથના મુખકમળમાંથી ભાષા નીકળી, નહિ કે એમના મસ્તકમાંથી.
P. ૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org