________________
| P. ૭૭
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો (ચાલુ) (ઈ) બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો : પ્રકીર્ણક ચરિત્રો, પ્રબન્યો અને કથાઓ
આપણે ૧૮મા અને ૧૯મા પ્રકરણમાં જિનેશ્વરો વિષે અને ૨૦મામાં મુખ્યતયા પુરાણો દ્વારા રામચન્દ્ર, પાંડવો અને પુણ્યશ્લોક નળ વિષે પણ વિચાર કરી ગયા. આથી હવે અહીં મોટે ભાગે તો એ સિવાયની વ્યક્તિઓને અંગે જે બૃહત્ પદ્યાત્મક શ્રવ્ય કાવ્યો અર્થાત્ વિવિધ ચરિત્રો, પ્રબન્ધો અને કથાઓ રચાયાં છે તેની કાળક્રમે નોંધ લઈશું.
શત્રુંજય-માહાસ્ય (પ્રાગ ઐતિહાસિક યુગ)–આ કૃતિ પાઇયમાં છે કે સંસ્કૃતમાં એનો ઉત્તર આપવા માટે કોઈ સાધન જણાતું નથી એટલે એ સંસ્કૃતમાં હશે એમ માની એની હું અહીં આછી રૂપરેખા આલેખું છું. આ કૃતિનું પરિમાણ સવા લાખ શ્લોક જેવડું છે અને એ પ્રથમ તીર્થંકર ઋષભદેવના આદેશથી એમના ગણધર પુંડરીકસ્વામીએ રચી હતી એમ ધનેશ્વરસૂરિએ શત્રુજ્યમાહાભ્યના નિમ્નલિખિત ગ્લો ૮-૯માં કહ્યું છે :
"श्रीयुगादिजिनादेशात् पुण्डरीको गणाधिपः । सपादलक्षप्रमित्तं नानाश्चर्यकरान्वितम् ॥ ८ ॥ श्रीशत्रुञ्जयमाहात्म्यं सर्वतत्त्वसमन्वितम् ।
વાર પૂર્વ વિઐહિતાય હિત સુર: છે ? ” શત્રુંજય-માહાભ્ય (ઉ. વિ. સં. પૂર્વે પ૨૭)- આ મહાવીરસ્વામીના પાંચમાં ગણધર
સુધર્મસ્વામીએ એમના આદેશથી રચેલી કૃતિ છે. એ ઉપર્યુક્ત કૃતિના સંક્ષેપરૂપ છે અને એનું પરિમાણ | P ૭૮ ૨૪૦૦૦ શ્લોક જેવડું છે એમ ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય-માહાભ્યના નીચે મુજબના શ્લો૦ ૧૦-૧૧ જોતાં જણાય છે :
"वर्धमाननियोगेन सुधर्मा गणभृत् ततः । हुस्वायुष्कान् नरान् जानन् तस्मात् सङ्क्षिप्य तद् व्यधात् ॥ १० ॥
ચતુર્વિતિસહસ્ત્રાર્ તમ્ભાવાતોચ સાતઃ ” "શત્રુંજય-મહાભ્ય (ઉં. વિ. સં. ૧૩૭૧)–ના કર્તા “રાજ ગચ્છના ધનેશ્વરસૂરિ છે. એમણે સુરાષ્ટ્રના રાજા શિલાદિત્યની ઇચ્છાને માન આપી સુધર્મસ્વામીના રચેલા ૨૪૦૦૦ શ્લોક જેવડા શત્રુંજયમાહાભ્યનો સાર ગ્રહણ કરી વલભી (આધુનિક વળાં)માં ૧૫ સર્ગમાં આ કાવ્ય રચ્યું છે. એમાં કેટલાક પ્રસંગોની સાલ અપાઈ છે પણ એમાં વાંધો ઉઠાવાય છે. વળી એની રચના વિ.
૧. આ કાવ્ય હીરાલાલ હંસરાજ તરફથી જામનગરથી ઈ. સ. ૧૯૦૮માં પ્રકાશિત થયું હતું પરંતુ એ દુષ્માપ્ય
બનવાથી અને અનેક અશુદ્ધિઓથી ભરપૂર હોવાથી શ્રી, પોપટલાલ પ્રભુદાસે વિ. સં. ૧૯૯૫માં સંક્ષિપ્ત સંસ્કૃત વિષાયાનુક્રમ, ગુજરાતી ઉપોદ્યાત અને પાઠાંતર સહિત છપાવ્યું છે. એનું સંપાદન શ્રી હીરાલાલ દેવચંદે કર્યું છે. [આનું ભાષાંતર આ. કનકચન્દ્રસૂરિ મ.સા.એ કર્યું છે. તેની બે આવૃત્તિ પ્રગટ થઈ છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org