________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૭૩-૭૬]
:
પદ્મનાભ-પુરાણ (લ. વિ. સં. ૧૬૦૦)– આના કર્તા દિ. જ્ઞાનભૂષણના શિષ્ય શુભચન્દ્ર છે. એમણે પોતાના પાંડવપુરાણની પ્રશસ્તિ (શ્લો. ૭૨)માં આ પદ્મનાભપુરાણનો પદ્મનાભરિત તરીકે ઉલ્લેખ કર્યો છે. આ પાંડવ-પુરાણનું પરિમાણ ૨૫૦૫ શ્લોક જેવડું છે.
પદ્મનાભ-પુરાણ—આ સોમદત્તે રચ્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૬૦માં લખાયેલી મળે છે. એવી રીતે દિ. વિદ્યાભૂષણે રચેલા પદ્મનાભ-પુરાણની એક હાથપોથી વિ. સં. ૧૬૮૦માં લખાયેલી મળે છે.
૪૭
શ્રેણિક-પુરાણ—આ નામનું એકેક પુરાણ દિ. શુભચન્દ્રે અને બાહુબલિએ રચ્યું છે. એમાં ‘મગધ’ દેશના નૃપતિ શ્રેણિકનો વૃત્તાંત અપાયો છે.
જયકુમાર-પુરાણ (વિ. સં. ૧૫૫૫)–આના કર્તા દિ. બ્રહ્મ કામરાજ છે. એમને આ ૧૩ સર્ગની રચનામાં જિનરાજે સહાય કરી હતી. પ્રભુરાજે જયકુમાર-ચરિત્ર રચ્યું છે. આ બંને કૃતિઓમાં જયકુમારનો જીવનવૃત્તાંત આલેખાયો હશે એમ આ નામો જોતાં ભાસે છે.
પાંડવ-પુરાણ (વિ. સં. ૧૬૦૮)–આના કર્તા દિ. શુભચન્દ્ર છે. એમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, અને સહદેવ એ પાંચ પાંડવોનો અધિકાર છે. આ ૨૫ સર્ગના પુરાણની રચનામાં કર્તાના શિષ્ય શ્રીપાલ વર્ણીએ સહાયતા કરી હતી. આ પુરાણની પ્રશસ્તિમાં કર્તાએ પોતાની ચન્દ્રપ્રભચરિત્ર ઇત્યાદિ વિવિધ કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે.
સમાનનામક કૃતિઓ– દિ. શ્રીભૂષણે વિ. સં. ૧૬૫૭માં અને દિ. વાદિચન્દ્રે વિ. સં. ૧૬૫૮માં એકેક પાંડવ-પુરાણ રચ્યું છે.
કર્ણામૃત-પુરાણ (વિ. સં. ૧૬૮૮)–આના કર્તા દિ. કેશવસેન છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૬૮)માં એમના નામની પાછળ કૌંસમાં કૃષ્ણ જિષ્ણુ લખેલું છે. વળી અહીં પ્રભાચન્દ્રકૃત કર્ણામૃતપુરાણનો પણ ઉલ્લેખ છે. આ પુરાણનો વિષય જાણવામાં નથી.
અગડદત્ત-પુરાણ-આ અજ્ઞાતક કૃતિની જિ. ૨. કો. (વિ. ૧, પૃ.૧)માં બે હાથપોથી નોંધાયેલી છે. એમાં શુ શ્વેતાંબરીય *કૃતિઓમાં જે જાતની અગડદત્તની કથા છે તેવી કથા છે ? [વિશેષ માટે જુઓ—‘એ ન્યૂ વર્સન ઓફ અગડદત્ત સ્ટોરિ' ન્યૂ ઇન્ડીઅન એન્ટીક્વ૨ી ભા.૧. ઇ.સ.૧૯૩૮-૯]
[પૃથ્વીચન્દ્રચરિત્ર– કર્તા જયસાગર (પૃ.૧૯૩) અને પદ્મસુન્દર (પૃ.૯૬) બન્નેની નકલ પ્રાકૃતટેક્ષ્ટ સો. અમદાવાદમાં છે.]
૧. અંતગડદસા (વર્ગ ૭ ને ૮)માં શ્રેણિકની પત્નીઓ વિષે અને અણુત્તરોવવાઈયદસા (વર્ગ ૧ ને ૨માં એમના પુત્રો વિષે ઉલ્લેખ છે.)
૨. બ્રહ્મદેવસેને તેમ જ રઇધૂએ પણ ધત્તામાં જયકુમાર-ચરિત્ર રચ્યું છે. એ બંને કૃતિ અપભ્રંશમાં હશે. ૩. આના શ્લો. ૭૨-૮૦ અને ૮૬ જૈ. સા. ઈ. (પૃ. ૫૩૨-૫૩૩)માં અપાયા છે.
૪. ઉત્તરજ્કયણની ચૂર્ણાિ (પત્ર ૧૧૬), વસુદેવહિડી (પૃ. ૩૭-૩૯), ઉત્તરજ્જીયણની ‘વાદિવેતાલ’ શાન્તિસૂરિષ્કૃત વૃત્તિ (પત્ર ૨૧૩-૨૧૬) અને એ આગમ ઉપરની નેમિચન્દ્રસૂરિકૃત ટીકા (પત્ર ૮૪-૯૪).
Jain Education International
For Personal & Private Use Only
P ૭૬
www.jainelibrary.org