________________
૪૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
P. ૭૪
મધ્યમ ખંડમાં નિષધના પુત્ર પુણ્યશ્લોક નળનું ચરિત્ર પ્રસંગોપાત્ત વર્ણવાયું છે. સ્વતંત્ર જૈન સંસ્કૃત 'કાવ્ય તરીકે આ નલાયન લગભગ પ્રથમ હોય એમ લાગે છે કેમકે જૈ. ગ્રં. (પૃ. ૨૨૪)માં ગદ્યાત્મક દમયન્તીપ્રબન્ધ તેમ જ પદ્યાત્મક દમયન્તીપ્રબન્ધની નોંધ છે. એને તેમ જ પાઈયમાં રચાયેલા દવદન્તીચરિયને બાજુ ઉપર રાખીએ તો નળને અંગેની પ્રાચીન કૃતિઓ કોઈ ને કોઈ ગ્રંથમાં એક ભાગરૂપે જોવાય છે. દા. ત. હૈમ ત્રિષષ્ટિ. (પર્વ ૮, સ. ૩)માંનું નળનું ચરિત્ર. [દવદન્તીચરિયા વિનયચન્દ્રસૂરિકૃત હર્ષપુષ્પા. ૨૦૪૦માં પ્રસિદ્ધ થયું છે.]
આ મહાકાવ્યમાં પ્રથમ સ્કંધ (સ. ૬, શ્લો. ૧)માં કહ્યું છે કે શારદા અન્ય દેવીઓની સાથે નવરાત્રના ઉત્સવ માટે “મેરુ' ગિરિએ ગઈ.
આ મહાકાવ્યમાં અવાંતર કથા તરીકે પાંચમાં સ્કન્ધમાં શકુન્તલાનું આખ્યાનક અને કલાવતીની કથા અને છઠ્ઠા સ્કન્દમાં ‘તિલકમંજરીની કથા અપાયાં છે.
આ મહાકાવ્યમાં નળના પિતાના નામ તરીકે વિરસેનનો, એના ભાઈના નામ તરીકે પુષ્કર અને કુબરનો અને એમના દેશનાં નામ તરીકે “કોશલ' અને “નિષેધ'નો ઉલ્લેખ છે. વળી દમયંતીની માતાનું નામ પુષ્પદન્તી અને એનાં બે સંતાનનાં નામ ઇન્દ્રસેન અને ઈન્દ્રસેના અપાયાં છે. નળ અને દમયંતી વચ્ચે અનુરાગ ઉત્પન્ન કરનાર હંસ પક્ષી છે અને કલિ એ દમયંતીનો કામુક છે એમ અહીં કહ્યું છે.
આ મહાકાવ્ય વિવિધ અલંકારોથી વિભૂષિત છે. તેમાં શબ્દાલંકારના નમૂના તરીકે પ્રથમ સ્કન્ધના ૧૪મા સર્ગનું નીચે મુજબનું પદ્ય હું અહીં ઉદ્દધૃત કરું છું :
"लोलानिलेनाननुनूननुन्ना नाना लिलीलोल्लललं लुलाना ।
નૂન નૂનં નતિના નેન નન્નેન સીના તત્તને ! સંતાન || ૪૬ ' પ્રથમ સ્કન્ધના દ્વિતીય સર્ગનું નિમ્નલિખિત પદ્ય પટ્ટ-બંધમાં છેઃ
"सहसारिकृतत्रासः सत्रात त्वं कलारसः ।
સરના તાબાસ: સમાંતર સાહસઃ + ૪૮ '' નલાયનોદ્ધાર-આ નયસુન્દરની કૃતિ ઉપર્યુક્ત મલાયનના સારરૂપે હશે.
પદ્મનાભ-પુરાણ-આના કર્તા દિ. સકલકીર્તિ છે. ૧. અહીં નવવિલાસ જેવા નાટકની વાત જતી કરું છું. ૨. જુઓ સ. ૮, શ્લો. ૧૭–સ. ૧૩. ૩. જુઓ સ.૧૩, શ્લો. ૯-સ. ૧૮. ૪. આનો પ્રારંભ સ. ૩, શ્લો. ૧૩થી થાય છે અને એની પૂર્ણાહુતિ આ સર્ગના અંતિમ શ્લોકથી થાય છે. પ. આના અન્ય ઉદાહરણ માટે જુઓ અલંકારચિત્તામણિ તેમ જ IL D. નો ત્રીજો હપ્તો (પૃ. ૮૬) ૬. જુઓ TL D. નો ત્રીજો હપ્તો (પૃ. ૧૦૧) ૭. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૩૩)માં આ નામ પછી કોંસમાં “ભવિષ્ય' એવો ઉલ્લેખ છે.
- ૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org