________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૭૦-૭૩]
આ મહાપુરાણમાં ૬૩ શલાકાપુરુષોની રૂપરેખા ૨૦૦૦ શ્લોકમાં આલેખાઈ છે. એની પૂર્ણાહુતિ શકસંવત્ ૯૬૮ના જેઠ સુદ પાંચમે કરાઈ છે.
નલાયન યાને કુબેરપુરાણ કિવા શુકપાઠ (લ. વિ. ૧૩૨૫)-આના કર્તા “વડ' ગચ્છના માણિક્યદેવસૂરિ છે. એમને માણિક્યન્દ્ર પણ કહે છે. એમણે આ નલાયનની સ્કંધતાને આપેલી-પોતે રચેલી પ્રશસ્તિમાં કહ્યું છે તેમ એઓ મુનિ (ચરિત ?), મનોહર(ચરિત ?), યશોધરચરિત, અનુભવસારવિધિ અને પંચનાટકના કર્તા છે.
નલાયન એ મહાકાવ્ય છે. એ દસ ફન્ધોમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૧૫, ૧૬, ૯, ૧૩, ૨૧, ૭, ૬, ૪, ૪ અને ૪ એમ એકંદર ૯૯ સર્ગ છે અને ૪૦૬૫ શ્લોકો છે. પાંચમા સ્કન્ધ સૌથી મોટો અને છેલ્લો સૌથી નાનો છે.
રચના સમય–આ નલાયનની રચના વિ. સં. ૧૪૬૪ પૂર્વે થયેલી છે કેમકે આ સાલની P ૭૩ હાથપોથી મળે છે. ઉપર્યુક્ત યશોધરચરિતમાં પ્રારંભમાં મંગલાર્થે “કલિ.” હેમચન્દ્રસૂરિકૃત સકલાઈનો અગિયારમો શ્લોક જોવાય છે. એ ઉપરથી માણિક્યદેવ એમના પછી થયાનું અનુમનાય છે. “વડ' ગચ્છના જે માણિજ્યસૂરિએ વિ. સં. ૧૩૨૭માં મહાવીરસ્વામીની પ્રતિમાની અને સં. ૧૩૭૫માં પાર્શ્વનાથ ભ. ની પ્રતિષ્ઠા કરી છે તેઓ આ જ હશે.
પ્રસ્તુત કાવ્યનો વિષય રાજર્ષિ નળ અને એમની પત્ની સતી દમયન્તીનું ચરિત્ર છે. આ જાતનું ચરિત્ર માણિકદેવસૂરિની પૂર્વે તેમ જ પછી પણ જૈન તેમજ અજૈન લેખકોએ એક યા બીજા સ્વરૂપેકાવ્ય, નાટક, ચંપૂ, કથા, રાસ, આખ્યાન, ચરિત્ર ઇત્યાદિ રૂપે સંસ્કૃત, પાઇય, ગુજરાતી, મરાઠી વગેરે ભાષામાં ગૂંચ્યું છે. અજૈન કૃતિઓ પૈકી મહાભારતના ‘વનપર્વમાં અને જૈન કૃતિઓ પૈકી વસુદેવ ૧. આ “ય. જૈ. ગ્ર'માં ગ્રંથાક ૧૪૧ તરીકે ઈ. સ. ૧૯૩૭માં છપાયું છે, એમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમણિકા
છે. વળી એની પ્રસ્તાવનામાં પુણ્યશ્લોક નળને અંગેની કેટલીક કૃતિઓની નોંધ છે તેમજ ઈતર જૈન ગ્રંથો સાથે પ્રસ્તુત નલાયનનું સંતુલન કરી કેટલીક ભિન્નતાનો ઉલ્લેખ કરાયો છે પરંતુ આ બંને બાબત તો આ પૂર્વે નલવિલાસની પ્રસ્તાવનામાં વિસ્તારથી અપાયેલી છે. [આનું પુનર્મુદ્રણ “જિનશાસન આ. ટ્રસ્ટ” સં. ૨૦૫૭માં કર્યું છે.] ૨. જુઓ નલાયનનું પત્ર ૧૮૮આ. ૩. આ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૦માં છપાવાયું છે. એમાં અને આ નલાયનમાં કેટલાંક પદ્યોનું
સામ્ય છે. જઓ નલાયનની પ્રસ્તાવના (પત્ર ૩૪-૩). ૪.જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૦૫)માં માણિક્યદેવસૂરિની કૃતિ તરીકે મેઘનાટકની નોંધ છે, નહિ કે
પંચનાટકની. પ. “સ્કન્ધ' શબ્દ ભાગવતનું સ્મરણ કરાવે છે. ૬. જિ. ૨. કો- (વિ, ૧, પૃ ૨૦૫)માં ૯૯ને બદલે સો સર્ગનો ઉલ્લેખ છે તે બ્રાંત છે. ૭. દા. ત. જુઓ મહીરાજે વિ. સં. ૧૬૧૨માં રચેલો નલ-દવદંતી-રાસ અને વિ. સં. ૧૫૩૬ પહેલાં કોઈકે રચેલુ નલદવદંતીચરિત્ર. આ બંને કૃતિ પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા'માં “મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય” તરફથી વડોદરાથી ઈ. સ. ૧૯૫૪માં છપાવાઇ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org