________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૭૭-૮૦]
સં '૪૭૭માં થવા વિષે શંકા દર્શાવાય છે કેમકે એના પંદરમાં સર્ગના શ્લો. ૮૮માં વિ. સં. ૧૧૯૯થી ૧૨૩૦ સુધી રાજ્ય કરનારા કુમારપાલ, બાહડ, વસ્તુપાલ અને સમર વિષે ઉલ્લેખ છે. એમાં ગિરિરાજ શત્રુંજયનો –જૈનોના અગ્રગણ્ય તીર્થનો મહિમા વર્ણવાયો છે. વિશ્વના સ્વરૂપના આલેખનપૂર્વક આનો પ્રારંભ કરી મહીપાલ નરેશ્વરનાં પરાક્રમોનું વર્ણન કરાયું છે. ત્યાર બાદ ઋષભદેવનું ચરિત્ર, ભરત અને બાહુબલ વચ્ચેનું યુદ્ધ, ભરતે કરેલી યાત્રાઓ અને એમણે ‘શત્રુંજય' ઉપર બંધાવેલા P ૭૯ મંદિરો એમ વિવિધ બાબતો રજૂ કરાઈ છે.
નવમા સર્ગમાં રામચન્દ્રનું ચરિત્ર અપાયું છે.
સર્ગ ૧૦-૧૩માં પાંડવોની, કૃષ્ણની તેમ જ અરિષ્ટનેમિની કથા અપાઈ છે.
સર્ગ ૧૦માં ભીમ નામના ચોરની હકીકત છે.
સર્ગ ૧૪માં પાર્શ્વનાથનો વૃત્તાંત છે.
સર્ગ ૧૫માં જાવડનું ચરિત્ર આલેખાયું છે તેમ જ પાંચમાં અને છઠ્ઠા આરાના ભાવિ ભાવનું
વર્ણન છે.
પાંચમાં સર્ગનું "આદ્યપદ સમસ્યારૂપ છે અને એનો ઉત્તર ‘કુવલય’ છે.
આ કાવ્યની રચના વૈદિક હિંદુઓનાં પુરાણોમાં આવતાં માહાત્મ્યોને મળતી આવે છે. વ્યાખ્યા અને બાલાવબોધ–ઉપર્યુક્ત કાવ્ય ઉપર કોઈકે વ્યાખ્યા રચી છે અને રવિકુશલના P ૮૦ શિષ્ય દેવકુશલે વિ. સં. ૧૬૬૭માં બાલાવબોધ રચ્યો છે.
૧. જુઓ હૈ. સા. સં. ઈ. (પૃ.૧૩૪)
૨.
४
૪૯
‘“तत:कुमारपालस्तु बाहडो वस्तुपालकः ।
समराद्या भविष्यन्ति शासनेऽस्मिन् प्रभावकाः ॥ ८८ ॥”
૩. સમરસિંહે વિ. સં. ૧૩૭૧માં જિનનું નવીન બિંબ કરાવી સિદ્ધસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ૪. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “બે બાન્ધવો વચ્ચેનું દારુણ યુદ્ધ” આ લેખ‘જૈ. ધ. પ્ર.'' (પુ. ૮૦, અં ૧૦-૧૧)માં એક જ હપ્તે છપાયો છે.
૫.
किं तद् वर्णचतुष्टयेन वनजं वर्णैस्त्रिभिर्भूषणंमाद्यैकेन महीद्वयेन विहगो मध्यद्वये प्राणदः । व्यस्ते गोत्रतुरङ्गचारिमखिलं प्रान्ते च सम्प्रेषणं ये जानन्ति विचक्षणाः क्षितितले तेषामहं किङ्करः ॥
પત્રાકારે મુદ્રિત પુસ્તક (પત્ર ૭૯આ)માં ‘મહિતં”” ને બદલે “સુમં” અને “સમ્પ્રેષણ' ને બદલે “સમ્પ્રેક્ષİ'' એમ પાઠાન્તરો અપાયાં છે.
ઉપર્યુક્ત પદ્ય કંઇક પાઠભેદપૂર્વક શિવનાગકૃત પાર્શ્વનાથસ્તોત્ર- (શ્લો.૨૦)ની વૃત્તિમાં જોવાય છે. આ મૂળ સ્તોત્ર વૃત્તિ સહિત જૈનસ્તોત્ર-સન્દોહ (ભા. ૨ પૃ. ૭૦-૮૭)માં છપાયુ છે. વિશેષમાં DCGCM (Vol.XVIII, pt.1, p. 442) માં આ પદ્ય મેં નોંધ્યું છે. વિશેષ માટે જુઓ ‘પાંચ વર્ષ ઉપરની સમસ્યા અને એનો ઉકેલ' નામનો મારો લેખ. આ લેખ જૈ. સ. પ્ર.” (વ. ૧૯. અં. ૨-૩)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
www.jainelibrary.org