________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૩૪-૩૭]
૨૩
ભાષાન્તર–આ કૃતિનું ગુજરાતીમાં ભાષાન્તર થયેલું છે પરંતુ ભાષાન્તરકારનું નામ અપાયું નથી,
ચતુર્વિશતિ–જિન-ચરિત્ર–આ ૭૦૦ શ્લોક જેવડી અજ્ઞાતકણ્વક કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૨૪૬)માં લેવાઈ છે. એનું પરિમાણ જોતાં એ “લઘુ કાવ્ય ગણાય. એમ છતાં વિષયની અખંડતા જાળવવા માટે મેં એનો અહીં ઉલ્લેખ કર્યો છે.
ચતુર્વિશતિ-તીર્થકર-પુરાણ-આ નામની બે કૃતિ છે. એકના કર્તા દિ. મલ્લિષેણ છે તો બીજીના દિ. શ્રીભૂષણ છે. આ પુરાણો બૃહત્ કાવ્યરૂપ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. તેમ છતાં ઉપર્યુક્ત કારણથી મેં એનો અહીં નિર્દેશ કર્યો છે.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (લ. વિ. ૧૨૨૦) –આના કર્તા “કલિ.” હેમચન્દ્રસૂરિ છે. P ૩૭ એમણે આ ઓછાવત્તા સર્ગવાળાં દસ પર્વમાં વિભક્ત બૃહત્-કાવ્ય દ્વારા આ “હુંડા” અવસર્પિણીમાં ૧. આ ભાષાન્તર “જૈ. આ. સ.” તરફથી ભાવનગરથી વિ. સં. ૧૯૯૩માં છપાવાયું છે. વિ. સં. ૨૦૦૮માં આ
જ ભાષાન્તર આ જ સભા તરફથી પૃ. ૧–૧૦૦માં અપાયું છે. આ ઉપરાંત આ પુસ્તકમાં ઋષભદેવાદિ ચોવીસે તીર્થકરોનું એકેક ચિત્ર, ગત અને આવતી ચોવીસીના તીર્થકરોની નામાવલી (પૃ. ૧૦૦), ડાબી બાજુના હાંસિયામાં યશોવિજયગણિકૃત પરમજ્યોતિ પં ચવિંશતિકા (ગુજરાતી ભાષાન્તર સહિત) પૃ. ૭-૧૪ પરમાત્મપંચવિંશતિકા (ગુજરાતી ભાષાન્તર સહિત પૃ. ૧૫-૨૨), વીતરાગસ્તોત્ર (ગુજરાતી ભાષાન્તર સહિત) (પૃ. ૨૩–૯૨) તેમ જ સિદ્ધસેન દિવાકરકૃત વર્ધમાનદ્રાવિંશિકા (ગુજરાતી ભાષાન્તર સહિત પૃ. ૧૦૧
૧ó૬)માં અપાયાં છે. આ તમામ સામગ્રી એક જ પુસ્તકરૂપે “શ્રીતીર્થકરચરિત્ર'ના નામથી પ્રસિદ્ધ કરાઈ છે. ૨. આ સમગ્ર ગ્રંથ “જૈ. ધ. પ્ર. સ.” તરફથી કટકે કટકે છ ભાગમાં અનુક્રમે વિ. સં. ૧૯૬૧, ૧૯૬૨,
૧૯૬૩, ૧૯૬૪ અને ૧૯૬૫માં છપાયો છે. એમાં અનુક્રમે પર્વ ૧, પર્વ ૨, પર્વ ૩૬, પર્વ ૭, પર્વ ૮-૯ અને પર્વ ૧૦ છે.
પ્રથમ પર્વ ફરીથી “શ્રીજૈન આત્માનન્દ શતાબ્દિ ગ્રન્થમાલા”માં ગ્રન્થાંક ૭ તરીકે ઈ. સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ કરાયું છે. એનું પાંચ હસ્તલિખિત પ્રતિના આધારે સંપાદન સંસ્કૃતમાં વિષયાનુક્રમ અને પ્રાસ્તાવિક વિજ્ઞાપન સહિત સ્વ. મુનિશ્રી ચરણવિજયજીએ કર્યું છે. એઓ શ્રીવિજયમંગસૂરિના શિષ્ય થાય છે. આ પ્રકાશનમાં કામમાં લેવાયેલી વિ. સં. ૧૨૪૦માં લખાયેલી તાડપત્રીય પ્રતિનાં આદ્ય અને અંતિમ પત્રની તેમ જ એક અન્ય હાથપોથીના આવાં પત્રની પ્રતિકૃતિ અપાઈ છે. આ પ્રકાશનનું અંગ્રેજીમાં અગ્રવચન ડૉ. હીરાનન્દ શાસ્ત્રીએ લખ્યું છે.
સાતમું પર્વ “શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ દ્વારા “શ્રીઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ” તરફથી ઈ. સ. ૧૯૬૧માં પ્રકાશિત કરાયું છે. એનું સંપાદન શ્રીચન્દ્રસાગરસૂરિના શિષ્ય મુનિશ્રી અભ્યદયસાગરજીએ કર્યું છે અને “ચિત્રભાનુએ “કંઈક” દ્વારા વાલ્મિકિકૃત રામાયણથી આ પર્વગત રામાયણની કેટલીક વિશિષ્ટતા નોંધી છે. આ પ્રકાશમાં સંસ્કૃતમાં સંક્ષિપ્ત વિષયાનુક્રમણિકા છે. [આ ઉપરાંત ત્રિ.શ.પુ.ના વિવિધ પ્રકાશનો થયા છે. આ શીલચન્દ્રસૂરિ સંપાદિત (૧-૪ પર્વ), આ. ચન્દ્રગુપ્તસૂરિ સંપાદિત (અનેકાંત પ્રકાશન અમદાવાદથી) ૫. યોગતિલકવિ. સંપાદિત (ભાભરથી કેટલાક
પર્વો પ્રગટ થયા છે, થનાર છે. “જિનશાસન આ ટ્રસ્ટ” તરફથી પણ પ્રકાશિત થનાર છે.] ૩. આ શબ્દ શ્લો. ર૯માં વપરાયો છે અને શલાકા–પુરુષ' એવો પ્રયોગ આ ગ્રંથ અંગેની પ્રશસ્તિમાં લો.
૩૦માં કરાયો છે. ૪. જિનમંડનગણિએ કુમારપાલચરિતમાં આને ૩૬000 શ્લોક જેવડો કહ્યો છે પણ ડૉ. યાકોબીએ એને
૩૭000 શ્લોક જેવડો અને પુણ્યવિજયજીએ ૩૨૦૦૦ શ્લોક જેવડો કહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org