________________
૨૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
| P ૩૮
P ૩૯
આપણા આ “ભારત”- વર્ષમાં થઈ ગયેલા નીચે મુજબના ૬૩ ઉત્તમ પુરુષોનું ચરિત્ર પદ્યમાં આલેખ્યું છે :
૨૪ તીર્થકરો ૧૨ ચક્રવર્તીઓ યાને ચક્રીઓ ૯ વાસુદેવો યાને અર્ધચક્રીઓ, ૯ પ્રતિવાસુદેવો અને ૯ બલરામો.
પ્રારંભ–સ્વયંભૂકૃત પઉમપુરાણમાં તેમ જ પુષ્પદન્તકૃત તિસઢિમહાપુરિસગુણાલંકાર નામના મહાપુરાણમાં પ્રારંભમાં જેમ ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થકરોની સ્તુતિરૂપે મંગલ-શ્લોકો છે તેમ આ ત્રિષષ્ટિ માં પણ પ્રારંભમાં બે પદ્યો દ્વારા તીર્થકરત્વને અને સમગ્ર તીર્થકરોને વંદન કરી એ પછીનાં ૨૪ પદ્યો દ્વારા ચોવીસ તીર્થંકરની એકેક પદ્ય દ્વારા સ્તુતિ કરાઈ છે.
વિષય-ધર્મોપદેશરૂપ મુખ્ય ફળવાળા અને પરમાત કુમારપાલની અભ્યર્થનાથી યોજાયેલા આ મહાકાય ગ્રંથના પ્રથમ પર્વમાં છ સર્ગ છે. એમાં આદિમ તીર્થકર ઋષભદેવ અને એમના પુત્ર પ્રથમ ચક્રવર્તી ભરતનાં એમ બે ચરિત્ર આલેખાયાં છે. આ પર્વને “આદીશ્વર-ચરિત્ર' કહે છે.
બીજા પર્વમાં પણ છે સર્ગ છે. એ દ્વારા જિતશત્રુ રાજા અને વિજ્યા રાણીના પુત્ર દ્વિતીય તીર્થકર અજિતનાથ અને એમનાં–અજિતનાથનાં કાકા સુમિત્ર અને કાકી વૈજયન્તી યાને યશોમતીના પુત્ર સગર ચક્રવર્તીના જીવનવૃત્તાંત આલેખાયાં છે. આ પર્વને “અજિતનાથ-ચરિત્ર' કહે છે.
ત્રીજા પર્વમાં આઠ સર્ગ છે. એમાં સંભવનાથથી માંડીને શીતલનાથ સુધીના આઠ તીર્થકરોનાં જીવન-ચરિત્ર છે.
ચોથા પર્વમાં સાત સર્ગ છે. આમાં નીચે મુજબના ૨૨ મહાપુરુષોનાં ચરિત્ર ગુંથાયાં છે -
શ્રેયાંસનાથથી ધર્મનાથ સુધીના પાંચ તીર્થકરો, પાંચ વાસુદેવ, પાંચ પ્રતિવાસુદેવ, પાંચ બલરામ તેમ જ મઘવા અને સનકુમાર એ બે ચક્રવર્તી.
વિસંવાદી કથન-વાસુપૂજ્ય સ્વામીના ચરિત્રમાં લો. ૧૦૩માં પાર્શ્વનાથ લગ્ન અને રાજ્ય કર્યા વિના દીક્ષા લેશે એમ કહ્યું છે જ્યારે પર્વ ૯, સ. ૩, શ્લો. ૨૧૦માં પાર્શ્વનાથ પ્રભાવતી સાથે લગ્ન કર્યાનું કહ્યું છે. આમ આ વિસંવાદી કથન છે. ૧. આ સંખ્યા પદની દૃષ્ટિએ સમજવાની છે, નહિ કે વ્યક્તિની, કેમકે ૨૪ તીર્થકરો પૈકી શાન્તિનાથ, કુન્થનાથ
અને અરનાથ એ ત્રણ તો ચક્રવર્તી પણ હતા. ૨. એમનાં નામો નીચે મુજબ છે :
ભરત, સગર, મઘવા, સનસ્કુમાર, શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, સુભૂમ, મહાપદ્મ, હરિણ, જય અને
બ્રહ્મદત્ત. ૩. પ્રથમ વાસુદેવનું નામ ત્રિપૃષ્ઠ છે. એ મહાવીરસ્વામીનો ર૭ ભવો પૈકી ૧૯મો ભવ છે. ૪. જુઓ પ્રશસ્તિ (શ્લો. ૧૬).
૫. એજન, શ્લો. ૩૦. ૬. દિ. આશાધરે ભરતેશ્વરાભ્યદય કાવ્યમાં અને ન્યાયાચાર્ય યશોવિજયગણિએ આર્ષભીય-કાવ્યમાં પ્રથમ
ચક્રવર્તીનું ચરિત્ર આલેખ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org