________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
P ૩૫
પાર્શ્વનાથ–ચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૮૩) – આના કર્તાનું નામ જાણવામાં નથી. આની એક હાથપોથી વિ. સં. ૧૫૮૩માં લખાયેલી છે. પાર્શ્વનાથ–કાવ્ય (લ. વિ. સં. ૧૬૧૫)-આના કર્તા આનન્દમેરુના શિષ્ય પદ્મમેરુના શિષ્ય પદ્મસુન્દર છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૪)માં એઓ દિગંબર હોવાની અને વિ. સં. ૧૬૧૫માં રાયમલ્લોદય રચનારથી અભિન્ન હોવાથી સંભાવના કરાઈ છે. [એલ. ડી. સીરીઝ ૧૦૦માં છપાયું છે.] પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૬૩૨)–આના કર્તા “તપ” ગચ્છના કમલવિજયના શિષ્ય હેમવિજય છે. એમણે વિ. સં. ૧૬૫૭માં કથારત્નાકર રચ્યો છે. એમણે આ ચરિત્ર વિ. સં. ૧૬૩૨માં રચ્યું છે. એનું પરિમાણ ૩૧૬૦ શ્લોક જેવડું છે. [ચુનીલાલ ગ્રં મુબઈથી પ્રસિદ્ધ. જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા વિ.સં. ૨૦૪પમાં પુનર્મુદ્રણ થયું છે.] પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૬૫૪) – આ ગદ્યાત્મક ચરિત્ર ઉદયવીરગણિએ વિ. સં. ૧૬૫૪માં આઠ અધિકારમાં ૫૫૦૦ શ્લોક જેવડું રચ્યું છે. એઓ હેમસોમના શિષ્ય સંઘવીરના શિષ્ય થાય છે. એમણે આ ચરિત્રમાં પાર્શ્વનાથના દસ ભવો વર્ણવ્યા છે. પાર્શ્વનાથ–પુરાણ-પાર્શ્વનાથને અંગે નિમ્નલિખિત છ દિ. વ્યક્તિઓએ એકેક પુરાણ રચ્યું છે – (૧) ચન્દ્રકીર્તિ, (૨) પદ્મસુન્દર, (૩) પદ્મસેનસૂરિ, (૪) વાદિચન્દ્ર, (૫) વાદિરાજ અને
(૬) સકલકીર્તિ. મુનિસુખસાગરકૃત પાર્શ્વનાથ ચ. ગદ્ય પ્ર.રંજનવિ. લાયબ્રેરી, માલવાડા] [૨૪] વર્ધમાન–ચરિત્ર–આના કર્તા પદ્મનદિ છે. એમાં એમણે જૈનોના ચોવીસમા–આસન્નોપકારી
તીર્થંકર મહાવીરસ્વામીનું યાને વર્ધમાનસ્વામીનું ચરિત્ર આલેખ્યું છે.
મહાવીર-પુરાણ કિવા વર્ધમાન-પુરાણ-આ નામની ચાર દિ. કૃતિ છે : (૧) અસગની, (૨) કેશવની, (૩) વાણીવલ્લભની અને (૪) સકલકીર્તિની. [સકલકીર્તિની રચનાનો હિન્દી અનુ. “જિ. પ્ર. કા.” કલકત્તાથી પ્રસિદ્ધ.]
પચતુર્વિશતિ–જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિત્ર (ઉં. વિ. સં. ૧૨૯૫)-આના કર્તા પદ્માનન્દમહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિ છે. એમણે ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચોવીસે તીર્થકરોનાં ચરિત્ર સંક્ષેપમાં આલેખ્યાં છે.
P ૩૬
૧. આ તેમ જ એમની અન્ય કૃતિઓની નોંધ મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૫૪)માં લીધી છે. ૨. સા “જૈ. ધ. સં.” તરફથી વિ. સં. ૧૯૭૦માં પ્રસિદ્ધ કરાયું છે. હિર્ષપુષ્યામૃતમાં પણ છપાયું છે.] ૩. એમની કૃતિની નોંધ પૃ. ૩૧માં પાર્શ્વનાથ–ચરિત રૂપે લેવાઈ છે. ૪. ગુણચન્દ્રમણિએ વિ. સં. ૧૧૩૯માં મહાવીર–ચરિય રચ્યું છે. ૫. ગા.પી.ગ્રં.માં ઇ.સ. ૧૯૩૨માં આ પ્રકાશિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org