SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા [29] ૨૯ કરી હતી. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે “મારા જૂના મહોલ્લામાં નાણાવટમાં નવલશાના કોઠા આગળ જવાનું થયું અને મારા સદ્ગત પિતાના એક બાલસ્નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ. એમની પાસેથી પતંગ-માંજો વગેરેની નવીન બાબતોની માહિતી મળી હતી ! આ ગ્રંથ સાચવવા જેવો અને પુનર્મુદ્રિત કરવા જેવો છે. હીરાલાલભાઈએ આગમો અને આગમ સાહિત્ય વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વિવિધ પ્રકારના લખો લખ્યા છે. એમાં ૧૯૪૮ છપાયેલો એમનો “આગમોનું દિગ્દર્શન' નામનો ગ્રંથ મહત્ત્વનો છે. એમાં પિસ્તાલીસ આગમસૂત્રોનો સવિગત પરિચય આપવામાં આવ્યો છે તથા આગમો વિશે લખાયેલા વિવરણાત્મક સાહિત્યનો પણ પરિચય આપવામાં આવ્યો છે. આગમ સાહિત્યના વિવિધ વિષયો પર એમણે અંગ્રેજીમાં ઘણા લેખો લખ્યા છે. અનુવાદરૂપે કે લેખરૂપે અંગ્રેજી ભાષામાં એમનું યોગદાન ઘણું મોટું છે. એમના જમાનામાં કોઈએ અંગ્રેજીમાં આટલું બધું લેખનકાર્ય કર્યું નથી. એ ફરીથી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવા જેવું છે. - હીરાલાલભાઈએ વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના સંગીત વિભાગના ઉપક્રમે ૧૯૫૫માં “સંગીત, નૃત્ય અને નાટ્યસંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો” એ વિષય પર વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન પૂ. શ્રી યશોવિજયજી (હાલ પૂ. યશોદેવસૂરિજી)ની પ્રેરણાથી ગ્રંથરૂપે ૧૯૭૩માં પ્રકાશિત થયું છે. એમાં એમણે સાત સ્વરો. એનાં કુળ, એના દેવતા, નાટ્ય, ગેય અને અભિનેય અલંકારો, મૂચ્છનાઓ, રાસ, વાદ્યો, રાગ, ગીત, નૃત્ય નાટક ઇત્યાદિ વિશે ઝીણવટભરી પારિભાષિક માહિતી આધાર સાથે આપી છે. આ વિષયમાં પણ હીરાલાલભાઈની સજજતા કેટલી બધી હતી તેની ખાતરી આ પુસ્તક વાંચતાં થાય છે. હીરાલાલભાઈએ “શ્રી હરિભદ્રસૂરિ', 'યશોદોહન અને વિનયસૌરભ' નામના ત્રણ ગ્રંથો આપ્યા છે, જેમાં એમણે અનુક્રમે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજી મહારાજના જીવન અને કવનનો સવિસ્તર પરિચય કરાવ્યો છે. “શ્રી હરિભદ્રસૂરિ' લગભગ ચારસો પાનાનો ગ્રંથ છે. ૧૯૬૩માં તે પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા તરફથી પ્રકાશિત થયો છે. એમાં શ્રી હરિભદ્રસૂરિના જીવન વિશે તથા એમની કૃતિઓ વિશે લગભગ ત્રણસોથી વધુ પેટાશીર્ષક હેઠળી માહિતી આપવામાં આવી છે. શ્રી હરભિદ્રસૂરિ વિશે આટલી બધી માહિતી અન્ય કોઈ એક જ ગ્રંથમાં હજુ સુધી જોવા નથી મળી. યશોદોહન' ગ્રંથ એમણે વર્તમાનકાળના પૂ. શ્રી યશોદેવસૂરિની પ્રેરણાથી લખ્યો હતો. એમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના જીવન અને કવન વિશે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. વિનયસૌરભ' પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં રાંદેરના શ્રી વિનયવિજયજી મહારાજના જીવનકવનનો પરિચય આપવામાં આવ્યો છે. હીરાલાલભાઈએ ભગવાન મહાવીર સ્વામી વિશે જુદે જુદે સમયે કેટલાક લેખો લખ્યા હતા. આવા કેટલાક લેખો, વાર્તાલાપો, સ્તુતિઓ ઈત્યાદિનો એક સંગ્રહ પૂ. શ્રી વિજયકસ્તુરસૂરિના શિષ્ય પૂ. શ્રી વિજયચંદ્રોદયસૂરિની પ્રેરણાથી “જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર'ના નામથી ૧૯૬૯માં પ્રકાશિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy