SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણનાં જૈન વિવરણો : [પ્ર. આ. ૨૯૪-૨૯૭] ૧૮૩ 'વૃત્તિ-આના કર્તા ભાનુચન્દ્રગણિ છે. એનું સંશોધન એમના શિષ્ય સિદ્ધિચન્દ્રમણિએ કર્યું છે. P ૨૯૬ (૭) વૈદ્યક ‘અષ્ટાંગહૃદય (ઉં. વિ. સં. ૮૪૦)- આના કર્તા વાડ્મટ છે. એમનો સમય વહેલામાં વહેલો ઇ.સ.ની છઠ્ઠી સદી અને મોડામાં મોડો ઇ. સ. ૮૦૦ની આસપાસનો મનાય છે. આયુર્વેદની પરંપરામાં ચરક અને સુશ્રુત પછી આ વાભટનું સ્થાન છે. એ ત્રણેને “વૃદ્ધત્રયી' કહે છે. વાળ્યુટ ‘સિધુ દેશના વતની હતા એમ એમણે પોતે કહ્યું છે. એમણે જ અષ્ટાંગસંગ્રહ રચ્યાનું કેટલાક માને છે. લાભ પંચરકસંહિતા અને સુશ્રુત-સંહિતા એ બંનેનો સંગ્રહ કર્યો છે ખરો, પરંતુ પ્રસ્તુત વિષયમાં તો એ ચરકના સંપ્રદાયને થોડાક ફેરફાર સાથે અનુસર્યા છે." ટીકા- આના રચનાર દિ. આશાધર છે. એમણે આ ટીકાનો અનગારધર્મામૃતની સ્વોપન્ન વૃત્તિની પ્રશસ્તિ (શ્લો. ૧૯)માં ઉલ્લેખ કર્યો છે. આશ્ચર્યયોગમાલા યાને યોગરત્નમાલા- આ ૧૪૦ પદ્યની આર્યામાં રચાયેલી કૃતિના પ્રણેતા નાગાર્જુન છે. એઓ ભાસ્કરના શિષ્ય થાય છે. એમણે આમાં સ્તંભન-વિદ્યા વગેરેનું તેમજ કેટલાંક વિષનું P ૨૯૭ વર્ણન કર્યું છે. આ વૈદ્યકનો ગ્રંથ ગણાય છે. વિવૃતિ- “શ્વેતાંબર ભિક્ષુ ગુણાકરે વિ. સં. ૧૨૯૬માં આ વિવૃતિ રચી છે. એનો સુખાવબોધા તરીકે નિર્દેશ છે. યોગશત૭– આ કૃતિ ભિન્ન ભિન્ન છંદમાં ૧૦૫ પદ્યોમાં "વરચિએ રચ્યાનું મનાય છે. એમાં ૧. આ વેંકટેશ્વર મુદ્રણાલય તરફથી પ્રકાશિત છે. ૨. આ ગ્રન્થ “નિર્ણયસાગર મુદ્રણાલય” દ્વારા એ. એમ. કુત્તેએ અરુણદત્તની ટીકા સહિત ઇ. સ. ૧૮૯૧માં પ્રસિદ્ધ કર્યો છે. ૩. એઓ ઇ. સ.ની પહેલી સદીમાં કનિષ્ઠ રાજાના વૈદ્ય હતા એમ કેટલાક કહે છે. ૪. એઓ મોડામાં મોડા ઇ. સ.ના ચોથા સૈકામાં થયા હશે એમ કહેવાય છે. ૫. “ચરકાદિના વિચારકોને” એ નામનો મારો લેખ “ગુ. મિ. તથા ગુ. દ.ના તા. ૧૮-૩-'૪૨ના અંકમાં છપાયો છે. ૬ જુઓ ઐતિહાસિક સંશોધન (પૃ. ૪૭૬). ૭. આ તેમજ એના ઉપરની ગુણાકરસૂરિકૃતિ વૃત્તિની હાથપોથીઓના વર્ણન માટે જુઓ D c G C M (Vol. XVII, pt. I, pp. 278-280 & 493). ૮. આની હાથપોથી માટે જુઓ પૃ. ૨૯૬, ટિ. ૭. ૯. આયુર્વેદના સારરૂપ આ મૂળ કૃતિ પદચ્છેદ, શબ્દાર્થ, ગુજરાતી ભાષાંતર (અનુવાદ), સ્પષ્ટીકરણ અને ઔષધોનાં સંસ્કૃત નામોનાં ગુજરાતી નામોની સૂચીરૂપ પરિશિષ્ટ તથા ભૂમિકા તેમજ ધવંતરિ વગેરેને લગતાં આઠ ચિત્રો સહિત ડૉ. રસિકલાલ જેઠાલાલ પરીખે યોગશતક એ નામથી પ્રકાશિત કરી છે. એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. ૧૦. આને કેટલાક વૃદ્ધયોગશત કહે છે. જુઓ D C N C M (Vol. XVI, pt. I, p. 226). ૧૧. કર્તાના નામનો ઉલ્લેખ મૂળ કૃતિમાં નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy