SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ : અજૈન વ્યાકરણોનાં જૈન વિવરણો : પ્રિ. આ. ૨૮૦-૨૮૪] ૧૭૫ (૧) ઉપાધ્યાયનિરપેક્ષા– આ નામની વૃત્તિના કર્તા આસડ છે. આ આસડ તે વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન, કવિસભાશૃંગાર'ના બિરુદથી વિભૂષિત અને મેઘદૂત ઉપર ટીકા રચનારા આસડ જ હશે એમ લાગે છે. (૨) વૃત્તિ- “વાદી દેવસૂરિના સંતાનય જયમંગલસૂરિના શિષ્ય સોમચન્દ્રમણિએ આ વૃત્તિ વિ. સં. ૧૩૨૯માં રચી છે. (૩) ટિપ્પનક- “ખરતર’ ગચ્છના જિનભદ્રસૂરિના શિષ્ય ક્ષેમહંસે આ ટિપ્પનક રચ્યું છે. તેઓ વિક્રમની ૧૫મી સદીમાં થઈ ગયા છે. ? (૪) બાલાવબોધ – (ખરતર’ ગચ્છના મેસુન્દરે આ બાલાવબોધ રચ્યો છે. એઓ વિક્રમની સોળમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. (૫) વૃત્તિ – આ વૃત્તિ સમયસુંદરગણિએ વિ. સં. ૧૬૯૪માં રચી છે. P ૨૮૩ (૬) વૃત્તિ – આના કર્તા હર્ષકીર્તિસૂરિના શિષ્ય અમરકીર્તિના શિષ્ય યશકીર્તિ છે. (૪) અલંકાર કાવ્યાદર્શ (લ. વિ. સં. ૭૦૦) – આની રચના દંડીએ કરી છે. એમનો સમય ઇ. સ. ૬૦૦થી ૭૦૦ના ગાળાનો ગણાય છે. કેટલાકને મતે ભારવિ એમના પિતામહના મિત્ર થાય છે. એમના આ કાવ્યાદર્શમાં ત્રણ પરિચ્છેદ છે. જેઓ ચાર ગણાવે છે તેઓ ત્રીજાના બે ભિન્ન ભિન્ન વિભાગ પાડી તેમ કરે છે. એમાં લગભગ ૬૬૦ પદ્યો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યની વ્યાખ્યા આપી એના ગદ્ય, પદ્ય અને મિશ્ર એમ ત્રણ પ્રકાર સુચવાયા છે. ગદ્યના આખ્યાયિકા અને કથા એવા બે ભેદ સૂચવી એ બેમાં વાસ્તવિક રીતે કશો તફાવત નથી એમ અહીં કહેવાયું છે. સાહિત્યના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મિશ્ર એમ ચાર પ્રકાર દર્શાવાયા છે. વૈદર્ભ અને ગૌડી એ બે રીતિ, દસ ગુણો, અનુપ્રાસ તેમજ કવિ બનવા માટેની ત્રિવિધ યોગ્યતા એ વિષયો પણ પ્રથમ પરિચ્છેદમાં જોવાય છે. દ્વિતીય પરિચ્છેદમાં અલંકારની વ્યાખ્યા આપી પાંત્રીસ અલંકારો ગણાવાયા છે. તૃતીય પરિચ્છેદમાં યમકનું વિસ્તૃત નિરૂપણ છે. સાથે સાથે જાતજાતના ચિત્રબંધો, સોળ પ્રકારની ૨૮૪ પ્રહેલિકા અને દસ દોષો વિષે માહિતી અપાઈ છે. ૧. જુઓ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૬૪) ૨. ભટ્ટિકાવ્યની જયમંગલા નામની ટીકાના કર્તા તરીકે કેટલાક આ સૂરિનો નિર્દેશ કરે છે. 3. કેટલાકને મતે આ મંગલસૂરિના શિષ્ય થાય છે. ૪. આનાં વિવિધ પ્રકાશનો છે. ડૉ. એસ. કે. ડેએ H S P (Vol. I, pp. 72-73).માં આની નોંધ લીધી છે. પ. આનું કાનડીમાં ભાષાંતર થયું છે. ૬. સંસ્કૃતમાં ‘ઇંડિનું નામ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy