SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ પુત્ર ભોજની તુષ્ટિ માટે એની આજ્ઞાથી રચ્યું છે. આ વ્યાકરણ ત્રણ વિભાગમાં વિભક્ત છે. એ વિભાગોને અનુક્રમે પ્રથમ વૃત્તિ, દ્વિતીયા વૃત્તિ અને તૃતીયા વૃત્તિ કહી છે. એમાં અનુક્રમે ૭૦૦ (પત્ર ૧૫-૨૯આ), ૧૦૭૮ (પત્ર ૨૯આ-૬૭) અને ૨૫૦ (પત્ર ૬૭-૭૬) પદ્યો છે. આમ એકંદર ૨૦૨૮ પદ્યો છે. એ પૈકી ઘણાંખરાં “અનુષ્ટ્રભુમાં છે. પ્રથમ વૃત્તિનો પ્રારંભ લોકેશને પ્રણામ કરીને કરાયો છે. બીજા પદ્યમાં સરસ્વતીએ સંજ્ઞ સૂત્રો રચ્યાં છે એમ કહ્યું છે. ત્રીજા પદ્યની શરૂઆત “રૂ ૩ % તૃ સમાના:''થી કરાઈ છે. આમ આ વ્યાકરણ સારસ્વત વ્યાકરણનાં સૂત્રોનું પદ્યાત્મક વિવરણ છે. આ પ્રથમ વૃત્તિના અંતમાં પ્રશસ્તિરૂપે બે પદ્યો છે. એમાં ભોજ રાજા રાજ્ય કરે છે એવો ઉલ્લેખ છે. આથી આ કૃતિ એ રાજાના રાજ્ય દરમ્યાન રચાઈ છે એમ ફલિત થાય છે. P ૨૭૫ દ્વિતીયા વૃત્તિની શરૂઆત શ્રીધરને નમનપૂર્વક કરાઈ છે. ત્યાર બાદ ધાતુઓના પ્રત્યયોનો અધિકાર હાથ ધરાયો છે. આમ આ ‘ત્યાદિની વૃત્તિ છે. આના અંતમાં પણ પ્રથમ વૃત્તિની પેઠે પ્રશસ્તિરૂપે બે પદ્યો અપાયાં છે અને તે પણ લગભગ એના એ જ છે. તૃતીયા વૃત્તિના પ્રારંભમાં શંભુને નમસ્કાર કરાયો છે અને અંતમાં પહેલી બે વૃત્તિની જેમ બે પદ્યો પ્રશસ્તિરૂપે છે. ત્યાર પછી નીચે મુજબનું એક વધારાનું પદ્ય છે : "अवताद् वो हयग्रीवः कमलाकर ईश्वरः । सुरासुरनराकारमधुपापीतपत्कजः ॥" આ સારસ્વત વ્યાકરણ તરફ જૈનોની અભિરુચિ સૂચવે છે. આની વિશેષ પ્રતીતિ તો એથી થાય છે કે એના ઉપર નીચે મુજબની ૧૯ જૈન ટીકાઓ મળે છે – (૧) દીપિકા યાને ઢંઢિકા – આ વૃત્તિ “વટ” ગચ્છના વિનયસુન્દરના શિષ્ય મેઘરત્ન વિ. સં. ૧૫૩૬માં રચી છે. આને કેટલાક ઢુંઢિકા કહે છે. આનું પરિમાણ લગભગ ૭૫૦૦ શ્લોક જેટલું છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૪)માં ૪૫૦૦ જેટલું કહ્યું છે તે સમુચિત નથી. વળી ગચ્છનો “બૃહત્ ખરતર” તરીકેનો ઉલ્લેખ બ્રાન્ત છે. આની વિ. સં. ૧૬૦૫માં લખાયેલી હાથપોથી મળે છે. એ “મહિમાભક્તિ ભંડારમાં છે. (૨) વૃત્તિ – દયારત્ન વિ. સં. ૧૬૨૬ની આસપાસમાં આ વૃત્તિ રચી છે. (૩) ક્રિયાચન્દ્રિકા- વિ. સં. ૧૬૪૧માં “ખરતરમ્ ગચ્છના ગુણરત્ન આ રચી છે. P ૨૭૬ (૪) ન્યાસ – આ રત્નહર્ષ અને હેમરત્નના સંયુક્ત પરિશ્રમનું ફળ છે. (૫) રૂપરત્નમાલા – ભાનુમેરુના શિષ્ય નયસુન્દરે ૧૪000 શ્લોક જેવડી આ ટીકા વિ. સં. ૧૬૭૬માં રચી છે. ૧. સરોવરમાં પધો જેમ ભમતા ભમરાઓની શ્રેણિમાં શોભે છે તેમ અંતભૂત સૂત્રો પદ્યોની શ્રેણિમાં શોભે છે. જુઓ પૃ. ૭૬આ, શ્લો. ૨૪૪. ૨. કેટલાક પ્રયોગો પાણિનિના વ્યાકરણને આધારે અપાયા છે. જુઓ પત્ર ૭૬ ૩. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૪૩૪) પ્રમાણે આ ધનરત્નના શિષ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy