________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા
બાજુમાં આવેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. આમ ૧૯૧૮થી ૧૯૨૪ સુધી હીરાલાલભાઈ ગણિતના વિષયના પ્રાધ્યાપક રહ્યા હતા.
ગણિતના વિષયમાંથી પ્રાકૃતના વિષય તરફ હીરલાલભાઈ કેવી રીતે વળ્યા એ પણ એક રસિક ઘટના છે. તેઓ ગણિતનો વિષય કૉલેજમાં ભણાવતા હતા તે દરમિયાન કુટુંબના ધર્મસંસ્કાર તથા સાધુભગવંતો સાથેના પરિચયથી એમને જાણવા મળ્યું હતું કે જૈન શાસ્ત્રગ્રંથોમાં ગણિતાનુયોગ નામનો વિભાગ છે. આથી એ વિષયમાં પ્રવેશવાની એમને સહજ રુચિ થઇ. પરંતુ એ બધું સાહિત્ય તો અર્ધમાગધી ભાષામાં હતું. આથી એમણે સ્વબળે અર્ધમાગધી પણ શીખવા માંડ્યું. દરમિયાન એમને એવો વિચાર પણ આવ્યો કે જૈન ગણિતાનુયોગની કેટલીક વાતો જો અંગ્રેજીમાં મૂકવામાં આવે તો ઘણા લોકો સુધી, ખાસ તો એ વિષયના વિદ્વાનો સુધી પહોંચે. આથી એમણે ‘Jain Mathematics' એ વિષય પર સંશોધન લેખ તૈયાર કરવા માટે મુંબઈ યુનિવર્સિટીને અરજી કરી. તે મંજૂર થઈ અને એમને રિસર્ચ ગ્રાન્ટ મળી. આથી તેઓ એ વિષયમાં પૂરા મનથી લાગી ગયા અને થોડા વખતમાં જ પ્રાકૃત ભાષાના રસિયા બની ગયા.
[21] ૨૧
હીરલાલભાઈ કૉલેજમાં ગણિતનો વિષય ભણાવતા હતા, પરંતુ બી.એ. અને એમ.એ.માં એ વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી રહેતી હોવાનો કારણે પ્રાધ્યાપક તરીકેની નોકરીની અનિશ્ચિતતા રહેતી. વિલસન કૉલેજના યુરોપિયન પ્રિન્સિપાલ પોતે ગણિતના વિષયના પ્રાધ્યાપક હતા. એટલે એમને હીરાલાલભાઈ પ્રત્યે સદ્ભાવ હતો. તેઓ હીરાલાલભાઈને નભાવતા. પરંતુ પછી એ નોકરી છોડવાનો વખત આવ્યો. અલબત્ત ત્યાર પછી એમને તરત બીજે નોકરી મળી ગઈ. પણ મનમાં ખાતરી થઈ ગઈ કે આગળ જતાં મુશ્કેલી આવશે. આથી એમણે પોતાનું ધ્યાન પ્રાકૃત ભાષા તરફ વાળ્યું. એવામાં પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની જાહેરાત આવી. તેઓને સરકાર તરફથી મળેલી જૈન ધર્મની, અર્ધમાગધીમાં લખાયેલી હસ્તપ્રતોનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરાવવું હતું. એ માટે હીરાલાલભાઈએ અરજી કરી અને બી.એ. તથા એમ. એ. માં એમનો અર્ધમાગધી વિષય ન હોવા છતાં એમની એ વિષયની સજ્જતા જોઈને હસ્તપ્રતોના કામ માટે સંસ્થાએ એમની નિમણૂક કરી હતી.
ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં ૧૯૩૦ થી ૧૯૩૬ના ગાળા સુધીમાં થોડો થોડો વખત મુંબઈથી પૂના જઈને અને ત્યાં રહીને એમણે હસ્તપ્રતોનું કામ કરવા માંડ્યું હતું. એ રીતે તેઓ બધું મળીને સાડા ત્રણ વર્ષ પૂનામાં રહ્યા હતા. ત્યાં એમણે એ સંસ્થાની જૈન ધર્મની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલી આશરે સાડાત્રણ હજાર હસ્તપ્રતોનું સૂચીપત્ર (Descriptive Catalogue) તૈયાર કરી આપ્યું, જે એ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલું છે. આ રીતે સાડા ત્રણ હજાર હસ્તપ્રતોનાં પાનેપાનાં એમના હાથમાં ફરી ગયાં. હસ્તપ્રતોની લિપિ વાંચવાનું કામ ઘણું શ્રમભરેલું છે. આ કામ કરવાથી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની એમની સજ્જતા વધતી ગઈ. એમનું શબ્દજ્ઞાન પણ વધતું ગયું. પ્રાકૃત ભાષાનો એમણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. એ વિષયમાં એમણે કોઈ ડિગ્રી પણ મેળવી નહોતી. એમ છતાં કુટુંબના સંસ્કાર, દૃઢ મનોબળ, ખંત, ઉત્સાહ સૂઝ ને અભ્યાસથી એમણે પ્રાકૃત-અર્ધમાગધી ભાષા પર, અસાધારણ પ્રભુત્વ મેળવી લીધું હતું. એમાં પૂનાના હસ્તપ્રતોના કામે ઘણી સહાય કરી. પ્રાકૃત ભાષા માટે એમની પ્રીતિ એટલી બધી વધી ગઈ કે એને માટે સંસ્કૃત શબ્દ ‘પ્રાકૃત’ બોલવાને બદલે ‘પાઈય’ શબ્દ બોલવો અને લખવો એમને વધુ ગમતો. પાઈયમાં બોલવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org