SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૧૦૦-૧૦૩] કવિકલ્પદ્રુમ એ પદ્યાત્મક રચના છે અને એ ૧૧ પલ્લવોમાં વિભક્ત છે. પ્રથમ પદ્યમાં કર્તા પોતે કહે છે કે આ કૃતિ એ સિદ્ધહેમ નામના વ્યાકરણમાં નિર્દેશાયેલા ધાતુઓની પદ્યમાં વિચારણારૂપ છે. પ્રથમ પલ્લવમાં એમણે સર્વ ધાતુના અનુબંધો દર્શાવ્યા છે અને એમ કરતી વેળા એમણે સિ. હે.ના અમુક અમુક "સૂત્રો ગૂંથી લીધાં છે. એમણે પલ્લવ ૨-૧૦માં અનુક્રમે ‘ગ્વાદિથી માંડીને ‘યુરાદિ સુધીના નવ ગણના ધાતુઓનો અને ૧૧મા પલ્લવમાં “સૌત્રાદિ ધાતુઓનો વિચાર કર્યો છે. બોપદેવે પણ કવિકલ્પદ્રુમ નામનો ગ્રંથ રચ્યો છે. એના અનુકરણરૂપે હર્ષકુલગણિએ આ રચ્યો છે એમ મનાય છે. સિડન્વયોક્તિ-આ વ્યાકરણની કૃતિ ન્યાયાચાર્ય જયશોવિજયગણિએ રચી છે. આનું આદ્ય પદ્ય - ૧૦૩ નીચે મુજબ છે. - “ દ્રવ્રનામ્યવંતપાદ્રપsi સુમેરુવીર પત્ય વીરમ્ | वदामि नैयायिकशाब्दिकानां मनोविनोदाय तिङन्वयोक्तिम् ।।१॥" [ઉક્તિરત્નાકર : સાધુસુન્દરગણી. પ્રકા. રાજસ્થાન પુરાતત્ત્વ મંદિર, જયપુર.] [પ્રિલરV{ઃ સંયોજક-મુનિ ચોથલ. પ્રકા. જૈન વિશ્વભારતી, લાડન્] હિમનૂતનલઘુપ્રક્રિયા: ૫.ચન્દ્રશેખર ઝા, સંપા. આ. ચન્દ્રોદયસૂરિ. પ્રકા. અનંતનાથ દેરાસર, સૂરત.] Treasures of Jain Bhandaras Dr. U. P Shah એલ. ડી. સિરિજ-૬૯ શ્રી શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા ગુજરાતી આ. શીલચન્દ્રસૂરિએલ.ડી. સિરિજ-૧૦૧ અંગ્રેજી ૧૦૨. વૈિયાકરણ ન્યાયદર્શઃ ગિરજાશંકર શાસ્ત્રી, સંપા. આ. ચન્દ્રગુપ્તસૂરિ.] ૧. આ સૂત્રોના અંક ઉપર્યુક્ત આવૃત્તિમાં અપાયા છે. ૨. કવિકલ્પદ્ર! નામની એક અજ્ઞાતકર્તુક કૃતિ છે અને એના ઉપર વિજયવિમલની અવચૂરિ છે. ૩. આ નામથી તો એની એકે હાથપોથી જિ. ૨. કો.માં નોંધાયેલી નથી. આ કૃતિને કેટલાક હિડન્તાન્વયોક્તિ કહે છે. [“યશોભારતીપ્રકાશન” મુંબઈથી પ્રસિદ્ધ ગ્રન્થત્રયી'માં (અપૂર્ણ) “સિડન્તાન્વયોક્તિ' આ. યશોદેવસૂરિજીના સંપાદન પૂર્વક છપાઈ છે આમાં શબ્દ વિષે દાર્શનિક ચર્ચા છે.] ૪. એમની જીનવરેખા મેં “ન્યાયાચાર્યને વંદન” નામના લેખમાં આલેખી છે. એ લેખનું શીર્ષક કોઈકને હાથે બદલાઈને એ લેખ “જૈન” (સાપ્તાહિક)ના તા. ૭-૩-પ૩ના અંકમાં પ્રસિદ્ધ કરાયો છે. આ ગણિવયન અંગેની વિવિધ કિંવદન્તીઓ “ન્યાયાચાર્યને અંગેની કેટલાક કિવદત્તીઓ” નામના મારા લેખમાં અપાઈ છે. એ લેખ “ગુ. મિ. તથા ગુ. દ.” (સાપ્તાહિક)ના તા. ૮-૬-પ૩ના અંકમાં છપાયો છે. “વાચક જશનું વંશવૃક્ષ” “આ. પ્ર.” (પૃ. ૫૦, અં. ૧૦)માં, “વાચક યશોવિજયની ચોવીસીઓ” “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૦)માં, “દિકપટ ચૌરાસી બોલ પ્રયુક્તિ (૮૪ બોલ વિચાર): રેખાદર્શન” “જૈ. સ. પ્ર.” (વિ. ૨૧, અં. ૧૧)માં, થયપરિણા (સ્તવપરિજ્ઞા) અને એની યશોવ્યાખ્યા” “જૈ. સ. પ્ર.” (વ. ૨૧, અં. ૧૨)માં, “નવનિધાન નવ સ્તવનો” “આ. પ્ર.” (પુ. ૫૩, અં. ૧૧-૧૨)માં અને “છ બોલની વિહરમાણ-જિનવીસીનું વિહંગાવલોકન” જૈ, ધ. પ્ર.” (પુ. ૭૨, અં. ૧૧)માં છપાયા છે, જ્યારે “તાર્કિક હરિયાળી સ્વોપજ્ઞ વિવેચન સહિત', ન્યાયાચાર્યને વંદન” અને “વાચક જશનું વંશવૃક્ષ'' એ ત્રણને ન્યાયાચાર્યને અંગેના ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનારા નિબંધસંગ્રહમાં સ્થાન અપાયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy