SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ બ્રહવૃત્તિનું આદ્ય પદ્ય તેમજ એમાં અપાયેલાં 'ઉદાહરણો અને પ્રત્યુદાહરણો પૈકી કેટલાંક લઘુવૃત્તિમાં પણ જોવાય છે. આથી કેટલાક એમ માને છે કે બ્રહવૃત્તિ રચાયા બાદ સંક્ષિપ્ત સચિવાળી વ્યક્તિઓને ઉદેશીને લઘુવૃત્તિ રચાઈ છે. બ્રહવૃત્તિના પ્રારંભમાં “અહમ્ ના સ્પષ્ટીકરણમાં “સિદ્ધચક્ર”નો ઉલ્લેખ છે. આ બ્રહવૃત્તિની રચનામાં અમોઘવૃત્તિની કેટલીક વાર પંક્તિઓ મૂળ સ્વરૂપે અને કેટલીક વાર અર્થની સ્પષ્ટતા ખાતર પરિવર્તનપૂર્વક કામમાં લેવાઈ છે. પ૭ ન્યાયો-સાતમાં અધ્યાયની બૃહવૃત્તિના અંતમાં પ૭ ન્યાય અપાયેલા છે. એના ઉપર કલિ.’ હેમચન્દ્રસૂરિની કોઈ ટીકા ત્યાં જણાતી નથી તો આ ન્યાયો બૃહદ્રવૃત્તિનો એક ભાગ છે કે નહીં ? હેમહંસગણિએ આ તેમજ બીજા ૮૪ ન્યાયોનો સંગ્રહ કરી એના ઉપર ન્યાયાર્થ મંજૂષા નામની વૃત્તિ વિ. સં. ૧૫૧૬માં રચી છે. એમાં એમણે કહ્યું છે કે ઉપર્યુક્ત પ૭ ન્યાયો ઉપર પ્રકાશ પાડનારી P ૭૪ વૃત્તિ હતી. વિશેષમાં એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે આ પ૭ ન્યાયો બૃહવૃત્તિના સાતમા અધ્યાયના અંતમાં સમુચ્ચયરૂપે જોવાય છે. આ ન્યાયો તેમજ બીજા પણ કેટલાક બૃહવૃત્તિમાં પ્રસંગોપાત્ત કટકે કટકે અપાયા છે. હૈમન્યાય અને એની વૃત્તિ-હૈમ ન્યાયની બે અજ્ઞાતકર્તૃક નાનકડી કૃતિ અને એ બેમાંથી એકની કે એ નામની અન્ય કોઈ કૃતિની ૧૭૫ શ્લોક જેવડી વૃત્તિની નોંધ જૈ. ગ્ર. (પૃ. ૩૦૨)માં છે. હૈમ-લઘુ-ન્યાય-પ્રશસ્તિ-અવચૂરિ—આના કર્તા ઉદયચંદ્ર છે અને એની ૩૭ પત્રની એક હાથપોથી મળે છે એમ જૈ. ગ્રં. (પૃ. ૩૦૨) જોતાં જણાય છે. ગણપાઠ–મ વ્યાકરણનું આ એક મહત્ત્વનું અંગ છે. જે શબ્દોને વ્યાકરણનો નિયમ એકસરખો લાગુ પડતો હોય તે તમામ શબ્દોને પૃથક્ પૃથક્ ન ગણાવતાં એક શબ્દ આપી બાકીનાનું “આદિ' શબ્દ વડે સૂચન કરાય છે કે જેથી સૂત્રમાં લાઘવ રહે. આ પ્રમાણે શબ્દોનાં જુદાં જુદાં જૂથ પડે છે. એ પ્રત્યેક જૂથને ‘ગણ” કહે છે. આ જાતના ગણોની સળંગ સૂચી તે “ગણપાઠ' કહેવાય છે. આ ગણપાઠ “કલિ.' હેમચન્દ્રસૂરિએ સ્વોપજ્ઞ બ્રહવૃત્તિમાં તે તે સૂત્રના સ્પષ્ટીકરણના પ્રસંગે આપ્યો છે અને એના ઉપર આ બૃહવૃત્તિમાં અને કોઈ કોઈ વાર બૃહદ્યાસમાં પ્રકાશ પાડ્યો છે. ન્યાસો–બૃહદ્ઘત્તિને અંગે જાસો રચાયા છે. એ સંબંધમાં પૃ. ૭૭-૭૮માં વિચાર કરાયો છે. ૧. સામાન્ય રીતે એમ મનાય છે કે હૈમ કૃતિકલાપમાં આચાર્ય હરિભદ્રનો નામોલ્લેખ જણાતો નથી, પરંતુ સિ. હે. (૨-૨-૮૭)ની આ બૃહવૃત્તિ (ઋ. ઇ. સ., પૃ. ૮૮)માંના “સાધ્વી ઉત્ત્વનેૉનયતિથિઃ ઋતિર/વાર્થમિદ્રાવાર્થરિમા વા'' ઉદાહરણમાં તો હરિભદ્રનું નામ છે જ. વળી હૈમ બૃહન્યાસ (પૃ.૧)માં પણ એ સૂરિનો ‘નવાર્ય બદ્રવત્' દ્વારા ઉલ્લેખ છે. ૨. આ ગિરિજાશંકર મયાશંકર શાસ્ત્રીએ યોજેલી અને ઈ.સ. ૧૯૩૧માં પ્રકાશિત હૈમ-બૃહ-પ્રક્રિયામાં પરિશિષ્ટરૂપે અપાયો છે; બાકી આ ગણપાઠ એના સ્વપજ્ઞ સ્પષ્ટીકરણપૂર્વક પૃથક્ સ્વરૂપમાં કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયો હોય એમ જણાતું નથી. આ બૃહત્ પ્રક્રિયામાં પ્રક્રિયાક્રમ ગોહવાયેલાં સૂત્રોની સ્વપજ્ઞ (હૈમ) બ્રહવૃત્તિના ઉપયુક્ત અંશ દ્વારા સમજણ અપાઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005505
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy