________________
વીશમો ગુણ.
૫૪૩
तदह मिदानी रजनी, शेष ममीषां समीप मुपगम्य, .. गमिहिं ति तओ नीओ, सो देवीए मुणीणते. ७६ . प्रातः सपरिजना हं मुनीन् प्रणंस्यामि से ति जल्पित्वा, सठाणं संपत्ता, सुमरंती कुमर उवएसं. ७७ : इतरोपि गुहाद्वार, प्रत्यासन्नस्थितं ननाम गुरूं, उवलद्ध धम्मलाहो, उवविसए सुद्धमहिपीढे. ७८ . विस्मितहृदयोऽपृच्छत्, भगवन् कथमिह मुभीषणे देशे, तुब्भे चिठह अभया, असहाया निरसणा तिसिया. ७९ एवं कुमारपृष्टो, यावत् प्रतिभणति किंचन मुनीशः, ता नियइ निवइतणओ, गयणे इंतं भुयं एगं. ८० दीर्घतरा गवलरूचिः सा वतरंती नभोंगणा च्छुशुभे, नहलच्छीए वेणिग्ग, लंबिरा लडहलावन्ना. ८१
માટે હું હવે બાકીની રાત એમના પાસે જઈને પસાર કરૂં, ત્યારે દેવી તેને મુનિઓ પાસે લઈ ગઈ. ૭૬
પછી દેવી બોલી કે હું પ્રભાતે મારા પરિજન સાથે મુનિઓને વાંદવા આવીશ એમ કહી કુમારને ઉપદેશ સંભારતી થકી સ્વસ્થાને પ્રાપ્ત થઈ. ૭૭
હવે કુમાર ગુફાના દરવાજાની નજીકમાં બેઠેલા ગુરુને નમ્યું એટલે તેમણે તેને ધર્મ લાભ આપે. બાદ તે પવિત્ર જમીન પર બેઠો. ૭૮ "
પછી તે વિસ્મય પામી ગુરૂને પૂછવા લાગ્યું કે હે ભગવન તમે આવા ભયાનક પ્રદેશમાં કેઈન ટેકા વગર અને ભૂખ્યા તરસ્યા રહીને નિર્ભય કેમ રહી શકે છે. ૭૯
આ રીતે કુમારે પૂછતાં ગુરૂ જેવામાં જવાબ આપવા લાગ્યા તેવામાં કુમારે આકાશથી આવતી એક ભુજા જોઈ. ૮૦
તે ભુજા અતિ લાંબી અને કાળાશથી ઝગઝગતી હોઈ આકાશથી નીચે આવતી થકી શોભવા લાગી. તે આકાશ લક્ષ્મીની વેણી માફક મનહર લાવણ્યવાળી હતી. ૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org