________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. विध्याद्रिकंदरांत, र्गत मतिसंगत मिदं त्रिदशसदम, अह मित्थ सामिणी, जविखणी य नामेण कमलक्खा. ६० अद्या पदवलिता, कपालिनो क्षिप्त मंतरिक्षतलात, तं निवडतं पिक्खित्तु, वित्तु पत्ता इहं हिठा. ६१ संप्रति दुर्मथमन्मथ, शितशर निकरप्रहार विधुरांगी, तुह सरण महं पत्ता, सुपुरिस मं रक्ख रक्ख तओ. ६२ तदनु विहस्य स ऊचे, हे विबुधे विबुध निंदिता नेतान्, वंता सवे य पित्तासवे य तुच्छे णिच्चे य. ६३ नरकपुर सरल सरणि, प्राया नायास निवह संसाध्यान्, अंते कयरण रणए, जणए बहुदुक्खलक्खाणं. ६४ आपात मात्र मधुरान, विषवत् परिणाम दारुणान् विषयान् , भवतरु मूलसमाणे, माणेइ सचेयणो कोणु. ६५
વિધ્ય પર્વતની ગુફાની અંદર આ અતિ સગવડવાળું દેવગ્રહ છે, અને હું ઈહાં એની માલેક કમળાક્ષા નામની યક્ષિણી છું. ૬૦
આજ હું અષ્ટાપદથી વળેલી છું, તે તને કપાળિએ ઊંચે ફેંકયાથી આકાશમાંથી પડતે જોઈને તેને અધર ઝીલી લેવા હર્ષિત થઈ ઈહાં આવી છું. ૬૧
હવે હું અસહ્ય કામના તીખા બાણના પ્રહારથી વિહળ થઈ છું, અને તારે શરણે આવી છું માટે હે ભલા પુરૂષ મને તું તેથી બચાવ. ૨૨
ત્યારે હસીને તે છે કે હું સમજુ યક્ષિણી, આ વિષય સમજુ જનને નિંદનીય છે, વમેલી મદિરા સમાન છે, વમેલા પિત્ત જેવા છે, તુચ્છ છે, અનિત્ય છે, નરકનગર જવાના સરલ માર્ગ જેવા છે, બહુ કષ્ટસાધ્ય છે, અને દો દઈ રડાવનાર છે, લાખો દુઃખના જનક છે, દેખીતાજ મીઠા લાગે છે પણ પરિણામે વિષની માફક ભયંકર છે, અને સંસારરૂપી ઝાડના મૂળ સમાન છે, માટે તેમને કોણ ડાહ્યા માણસ ભગવે. ૬૩-૬૪-૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org