________________
વીશમ ગુણ.
૫૩૭
ताव दुवाच कुमारः, सत्वं निज मेव मे शिखाबंध: नियकज्ज चिय पकुणमु, मा धरसु मणे भयं ति तओ. ४३ तस्था वुद्यत खङ्ग स्तत्पार्थे सौ कपाल्य थो दध्यौ, कुमर सिहगहण सिहबंध, बहुलिया विहलिया ताव. ४४ त दमुष्य शिरो ग्राह्य, स विक्रमेणे व मनसि कृत्यै वं, गरूय गिरि सिहर लंघण, पवणं काउं नियं रुवं. ४५ कूप समकर्ण कुहर, स्तमाल दलकाल कतिकाहस्तः, दिक्करडि रडियपडिमं, लग्गो धडहडिउ मइवियडं. ४६ तदुर्विलसित मिति वीक्ष्य, नृप मुतः केसरी व करियूयं, अक्खुहिय मणो जा मंडलग्गमुग्गं स पउणेइ. ४७ ताव दुवाय स पापो, रे बालक तव शिरः सरोजेन, पूइत्तु अज्ज नियगुत्त, देवयं होमि सुकयत्थो. ४८
ત્યારે કુમાર છે કે મારે સત્વગુણજ મારે શિખાબંધ છે, માટે તું તારું કામ કર્યાકર, અને મનમાં જરાએ બીક રાખ માં. એમ કહી તે ઊંચે કરેલી તરવાર સાથે તેના પાસે ઊભે રહ્યા. ત્યારે કાપાલિક વિચારવા લાગે કે કુમારનું માથું લેવા માટે શિખાબંધ બાંધવાને ઢગ તે નિષ્ફળ ગયે. માટે હવે બળ વાપરીને જ એનું માથું કાપવું, એમ મનમાં તાકીને તેણે મેટા પર્વતના ટોચને પણ ઉલંઘી જાય એવું પિતાનું રૂપ કર્યું. ૪૩– ૪૪-૪૫
તેણે કુવા જેવા ઊંડા કાન કર્યા, અને હાથમાં તમાલના પાન જેવી કાળી કાતર લીધી, અને દિગજની માફક અતિ આકરે ઘડહાડ કરવા લાગ્યો. ૪૬
તેનું આવું તોફાન જોઈને હાથીને જેઈ જેમ સિંહ ઊછળી પડે તેમ બેધડક રહીને રાજકુમાર તરવારને તૈયાર કરવા લાગે. ૪૭
તેટલામાં તે પાપી કાપાલિક બોલ્યા કે હે બાળક, તારા મસ્તક કમળવડે આજ મારી કુળદેવીની પૂજા કરી હું કૃતાર્થ થઈશ. ૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org