________________
૫૧૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
केवलं कलहस्या स्य, मूल मंत्र परिस्फुट, अहं विज्ञा तु मिच्छामि, प्रोचें वा शृणु पुत्रक. २५३ रागकेशरि राजस्य, मंत्री प्रोत्साह साहसः त्रैलोक्या मपि विषया, भिलाष इति विश्रुतः २५४ अनेन मंत्रिणा पूर्व, विश्वसाधन हेतवे, मानुषाणि प्रयुक्तानि, पंचा त्मीयानि सर्वतः. २५५ स्पर्शनं रसना घ्राणं, दक् श्रोत्र मिति नामतः, जगज्जय प्रवीणानि, विश्वाद्वैतबलानि च. २५६ .. कवापि तान्य भिभूतानि, संतोषेण पुरा किल, चारित्रधर्म राजस्य, मंत्रपालेन लीलया. २५७ तन्निमित्तः समस्तो य, जातो मीषां परस्परं, कलहो वत्स साटोप, मंतरंगमहीभुजां. २५८
પણ હે માતા, આ કજીયાનું મૂળ શું છે તે ખુલ્લી રીતે હું જાણવા ઈચ્છું છું. ત્યારે માતા બેલી કે હે પુત્ર, સાંભળ. ૨૫૩ - રાગકેશરિ રાજાનો ભારે સાહસિક અને ત્રણે જગમાં પ્રસિદ્ધ વિષયાભિલાષ નામે મંત્રી છે. ૨૫૪
એ મંત્રિએ પહેલાં જગને સાધવા માટે પિતાના પાંચ માણસને જાસુસ તરીકે સર્વ સ્થળે મોકલાવ્યા. ૨૫૫
તેમનાં નામ આ પ્રમાણે છે—સ્પર્શન, રસના, ઘાણ, દક, અને શ્રેત્ર એ પાંચે જગને જીતવામાં પ્રવીણ અને અનુપમ બળવાળા છે. ૨૫૬
તે પાંચ જણને કઈક સ્થળે ચારિત્રધર્મ રાજાના સંતોષ નામના મંત્રિએ પૂર્વે રમતમાં અપમાનિત કર્યા. ૨૫૭ - તેના કારણે એ અંતરંગ રાજાઓનો પરસપર આ જોસવાળો કલહ ઊભે થે છે. ૨૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org