________________
૪૩૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
वृद्धानुगो भविष्यं चे, व मिवा हं पुरापि हि, असहिष्ये तदा भ्रात, नैवं क्लेशवशां दशां. १८८ ते धन्या पुण्यभाज स्ते, येहि वृद्धानुगाः सदा, यद्वा वृद्धानुगामित्वं, स्वयं सिद्धं व्रतं सता. १.८९ विपशु च्चैः स्थेयं पद मनुविधेयं च महतांप्रिया न्याय्या वृत्ति, मलिन मसुभंगे प्यमुकरं, असंतो ना भ्यर्थ्याः सुहृदपि न याच्यस्तनुधनःसतां केनो द्दिष्टं विषम मसिधारावत मिदं. १९० परं ममापि धन्यत्वं, किंचना द्यापि विद्यते, यद हं त्व मिया भूवं, वृद्धमार्गानुगामुकः १९१
જે હું તારા માફક અગાઉથી જ વૃદ્ધાનુસારી રહ્યો હોત, તે, હે ભાઈ ! હું આવી કલેશ ભરેલી દશાને નહિ પામત. ૧૮૮
જેઓ હમેશાં વૃદ્ધાનુસારી રહે છે, તેમને ધન્ય છે અને તેઓ જ પુયશાળી છે, અથવા તે વૃદ્ધાનુસારપણું એ સત્પરૂ નું સ્વયંસિદ્ધ વ્રતજ હોય છે. ૧૮૯
જે માટે કહેવું છે કે, વિપદ્ પડતાં હિમ્મત રાખવી, મહા પુરૂષના માર્ગને અનુસરવું, ન્યાય ભરેલી રીતે વૃત્તિ મેળવવી, પ્રાણ જતાં પણ શું કામ નહિ કરવું, અસત્ પુરૂષની પ્રાર્થના નહિ કરવી, અને ઓછા ધનવાળા મિત્રને પણ નહિ યાચવું, એ રીતે તરવારની ધાર સમાન સખત વ્રત પાળવાનું સર્જનને કેણે દર્શાવ્યું હશે ? (અર્થાત્ તેઓ પિતાના સહજ સ્વભાવથી જ એ વ્રત પાળે છે.) ૧૯૦
પરંતુ આજથી હું પણ કાંઈક ધન્ય ગણાઉં કે જેથી, હવે હું તારા માફક વૃદ્ધાનુસારી થયો છું. ૧૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org