________________
સતરમો ગુણ.
૪૨૯
---
---
-
-
तत्र कामस्य शयने, कोमलामल तूलिके, मित्रांबादोषतो बाल शेते स्म गतपुण्यकः १४९ इतश्च तत्रैवपुरे, बहिरंगनरोशितुः शत्रु मर्दननान्नो भूत, प्रिया मदनकंदली. १५० सा गत्य तत्र कामो यं, शय्यास्थ इति भक्तितः स्पृशंती सर्वगाभेषु, तं बालक मपूपुजत. १५१ ययौ स्वमंदिरे राजी, प्रपूज्य च रतीश्वरं, बाल स्तु तस्याः सस्पर्श, वश्यो भू न्नष्टचेतनः १५२ मया कथं नु लभ्ये य, मिति चिंता परायणः, अल्पोदके मीन इव, तत्रा स्था च्च स दुःस्थितः १५३ – – – – – – – – – – – – – – – – – –
ત્યાં કમળ નિર્મળ તુલિકાવાળા કામદેવના પલંગ પર સ્પર્શન મિત્ર અને અકુશળા માતાના દોષે કરીને તે હીન પુણ્ય સૂઈ ગયે. ૧૪૯
એવામાં તેજ નગરમાં રહેલા શત્રુમર્દન રાજાની મદનકંદળી નામે રાણી હતી, તે ત્યાં આવીને તેને શય્યા પર સૂતેલે કામદેવ માની લઈ ભક્તિથકી તેના સર્વ અંગમાં ફરસીને તેને પૂજવા લાગી. ૧૫૦-૧૫૧
આ રીતે રાણી કામદેવને પૂજીને પિતાના ઘરે પહોંચી. હવે બાળ કુમાર તેના સંસ્પર્શના ગે મૂઢ બની ગયે. ૧૫ર
તે વિચારવા લાગ્યું કે, એ સ્ત્રી મને શી રીતે મળે? એમ ચિતવતે તે ચેડા પાણીમાં જેમ માછલું તરફડે તેમ દુઃખિત થઈ રહ્યા. ૧૫૩
એટલામાં તે બાળકના માફક ચેનચાળા કરતા તે બાળકુમારને તે સ્થળે રહેતા વ્યંતરે પકડયો. ૧૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org