________________
સતરમ ગુણ.
भो भद्रा त्रा स्ति वैरीन कुंभ निर्भेदकेसरी, मुख्य श्चरटचक्रस्य नरेंद्रो रागकेसरी. ३४ तस्या स्ति मंत्री विषया, भिलाषो नाम विश्रुतः, चंडमार्तडवत् प्रौढ, प्रतापाक्रांत विष्टपः ३५ रागकेसरि देवेन, स मंत्रीशो न्यदा मुदा, जगदे जगदेतनमे, वश्यं कुरु विशारद. ३६
ओ मित्युक्त्वा महामंत्री, विश्ववश्यत्वहेतवे, स्पर्शनादीनि पंच स्व, मानुषाणि समादिशन. ३७ मंत्रिणो चे न्यदा देव, देवशासनतो मया, स्वमानुषाणि प्रेष्यंत, जगत्साधन हेतवे. ३८ तैः साधितं जगत् प्रायो, ग्राहितं देवशासनं, केवलं श्रूयते कश्चित्, सस्याना मीतिसंघवत्. ३९
તે બોલ્યો કે આ લુંટારૂ લશ્કરનો મુખ્ય સરદાર રાગકેશરી નામે રાજા છે, તે વરીઓના હાથીઓના કુંભસ્થળ વિદારવામાં સિંહ સમાન છે. ૩૪
તેને વિષયાભિલાષ નામે પ્રખ્યાત મંત્રી છે, તે પ્રચંડ સૂર્યના માફક પ્રોઢ પ્રતાપથી આખા જગને દબાવનાર છે. ૩૫
તે મંત્રીશ્વરને એક વેળા રાગકેશરી કહેવા લાગ્યો કે હે બુદ્ધિમાન મને તું આ જગત્ વશ કરી આપ. ૩૬
ત્યારે મંત્રીએ તે વાત કબૂલ કરીને જગને વશ કરવા માટે પિતાના સ્પર્શનાદિક પાંચ માણસને બોલાવી ફરમાવ્યું. ૩૭
બાદ કેટલેક વખતે મંત્રિએ રાજાને કહ્યું કે હે દેવ! તમારા હકમથી મેં મારા માણસને જગતને વશ કરવા મોકલાવ્યા છે. તેઓએ પાયે સઘળું જગત્ જીતીને તમારા તાબે કર્યું છે, છતાં એવું સંભળાય છે કે નીપજેલા પાકને જેમ તીડનું ટેળું બગાડે. ૩૮-૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org