________________
૩૨૬
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
अह तं बालं आसासिऊण, गहिउं च जा निवंगरूहो, नंदिपुरं पइ चलिही, ता भणियं मणिकिरीडेण. १०४ ચન્નમ માળી, ધંધુક નં ર ગુમર પદ લાગી, ता पसिय नियपएहिं, लहु मह नयरं पवित्तेमु. १०५ दक्खिन्नसारयाए, गंधसमिद्धं पुरं गओ कुमरो, निवतणयाइ समेओ, तेण कया गरुय पडिवत्ती. १०६ तत्तो नरिंदपुत्तो, जुत्तो खयरेण निवसुयाए य, पवर विमाणारूढो, पत्तो नंदिउर आसन्नं. १०७ वद्धाविओ य गंतुं, एगेणं खेयरेण मूरनियो, सो गुरू सामग्गीए, चलिओ कुमरस्स पच्चोणिं. १०८ तो विहियहट्टसोहे, पुरे पविठो महाविभूईए, कुमरो कुमरी य तहा, ओयरिउं वरविमाणाओ. १०९
હવે કુમાર તે કુંવરીને ધીરજ આપીને સાથે લઈ નંદિપુર તરફ ચાલ્ય, તેવામાં મણિકિરીટે કહ્યું કે આજથી આ બધુમતી મારી બેન છે અને હે કુમાર, તું મારે સ્વામી છે, માટે મહેરબાની કરી તમારા પગોથી મારૂં નગર પવિત્ર કરે. ૧૦૪–૧૦૫
ત્યારે કુમાર દાક્ષિણ્યવાન હોવાથી રાજકુમારી સાથે ગધસમૃદ્ધ નગરમાં ગયો, તેની વિધાધરે ભારે આગતાસ્વાગત કરી. ૧૦૬
પછી રાજકુમાર તે વિધાધર તથા રાજપુત્રી સાથે ઉત્તમ વિમાન પર ચડી નંદિપુરના નજીક આવી પહોંચ્યું. ૧૦૭
એક વિધારે આગળ જઈ શૂર રાજાને વધામણી આપી એટલે તે રાજા ભારે સામગ્રીથી કુમારના સામે આવ્યું. ૧૦૮
પછી કુમાર અને કુંવરી તે વિમાનથી ઊતરીને શણગારેલ હાટથી શોભતા તે નગરમાં ભારે ઠાઠમાઠથી દાખલ થયા. ૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org