________________
૨૮૪
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
तो कयअंजलिबंधो, कुमरो जंपइ पसीय मह ताय, अणुमनसु चारित्तं, तरेमि जेणं भवसमुई. २३२ पुत्त अइनेह मोहिय, मइ नरिंदो कर्मिपि जा कुमरं, न विसज्जइ ता इमिणा, महुरसरं विनविय मेयं. २३३ संसारो दुहहेऊ, दुक्खफलो दुसह दुक्खरुवो य, नेहनियलेहि बद्धा, न चयंतिं तहावि तं जीवा. २३४ जह न तरइ आरुहिउं, पंके खुत्तो करी थलं कहवि, तह नेहपंकखुत्तो, जीवो ना रुहइ धम्मथलं. २३५ छिज्ज सोसं मलणं, बंधं निप्पीलणं च लोयंमि,
जीवा तिला य पिच्छह, पावंति सिणेह पडिबद्धा. २३६
પછી હાથ જોડી કુમાર કહેવા લાગ્યું કે હે તાત, મારાપર પ્રસાદ કરે અને મને ચારિત્ર લેવાની રજા આપે કે જેથી હું ભવસમુદ્ર તરૂં. ૨૩૨
ત્યારે પુત્રપર રહેલા અતિ નેહથી મુંઝાઈ ગએલ મતિવાળો રાજા કુમારને રજા આપતાં આંચકે ખાવા લાગે એટલે કુમાર મધુર સ્વરે નીચે મુજબ વિનવવા લાગ્યા. ૨૩૩
આ સંસાર દુઃખને હેતુ, દુઃખના ફળવાળો અથવા તે દુઃસહ દુઃખરૂપજ છે. તેમ છતાં નેહરૂપ નિગડથી બંધાયેલા જ તેને છોડી શ કતા નથી. ૨૩૪
જેમ હાથી કાદવમાં ખૂચી રહ્યાથી કિનારાની જમીન પર ચડી શકતે નથી, તેમ સનેહરૂપ કાદવમાં ખેંચાઈ રહેલ જીવ ધર્મરૂપ જમીન પર ચડી શક્તો નથી. ૨૩૫
તિલે જેમ સ્નેહ (તેલ) ના લીધે આ જગતમાં કપાય છે, શેષાય છે, મરડાય છે, બંધાય છે અને પિલાય છે તેમ છે પણ સ્નેડ (પ્રેમ) ના લીધે જ તેવાં દુ:ખ પામે છે. ૨૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org