________________
૨૫૨
શ્રી ધર્મરત્ન પ્રકરણ.
રૂપ, નિર્મળ, કીર્તિ, મહાન રૂદ્ધિ, દીર્ધ આયુષ્ય, અવંચક પરિજન, ભક્તિવાળા પુત્રો એ બધું આ ચરાચર જગતમાં દયાનું જ ફળ છે. ૬૫
वयणकलहेण इमिणा, अलं ममंचिय करेलु तं वयणं, इय जंपिरी नरवई, जसोहरा धरइ बाहाए. ६६ तत्तो निवो वि चितइ, एगत्तो अवयावयणलोवो, अन्नत्तो जीववहो, इत्थ मए किं तु कायव्वं. ६७ अहवावि अइदुरंतो, गुरुवयणविलोवओ वि वयभंगो, ता अत्तापि हणिय, रक्खियो पाणिणो इण्डिं. ६८ इय चिंतिऊ निवइणा, पकड्ढियं मंडळग्ग मइ उग्गं, तो हाहारव मुहलाइ, तीइ धरिओ भुयादंडो. ६९ भणिओ य पइविवन्ने, वच्छ अहं किं नु जीविहं पच्छा, माइवहो चेव इमो,ता तुमए क्वसिओ इत्थ. ७०
યશોધરા બોલી કે આ વચનકલહ કરવાનું કામ નથી, મારું વચન તારે કબુલ રાખવું એમ બોલીને તેણીએ રાજાને પિતાની બાહથી પકડી રાખે. દ૬.
ત્યારે રાજા વિચારવા લાગ્યું કે હાં એક બાજુ માતાનું વચન લોપાય છે અને બીજી બાજુ જીવહિંસા થાય છે, માટે મારે ઇંહા શું કરવું? ૬૭
અથવા તે ગુરૂજનના વચનના લોપ કરતાં પણ વ્રત ભંગ કરે એમાં ભારે પાપ છે, માટે પિતાને મારી નાખીને પણ પ્રાણીઓની મારે રક્ષા કરવી જોઈએ. ૬૮
એમ ચિંતવીને રાજાએ મ્યાનમાંથી ભયંકર તરવાર ખેંચી લીધી, - ત્યારે હાહાકાર કરતી માતાએ તેની બાહુ પકડી રાખી. ૧૯
તે બોલી કે હે વત્સ, શું હું તું મરતાં તારા પાછલ જીવતી રહીશ . કે? આ તો તું માતૃવધ કરવા જ તૈયાર થયે લાગે છે. ૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org