________________
આઠમે ગુણ.
૨૧૫
तत्थ सयलंपि रयणिं, पणचिउं नहिया परिस्संता, ईसिं पयलायंती, पभायसमयंमि जणणीए. ४?
बहुभायहायकरण, पओगसंजायरंगभंगभया, गीई गाण मिसेणं, सम्म पडिबोहिया एवं. ४२
सुट्ठु गाइयं मुट्ठु वाइयं, मुटु नश्चियं सामसुंदार, अणुपाळिय दीहराइओ, मुमिणते मा पमायए. ४३
तं मुणिय खुड्डएणं, कंवळरयणं पयच्छियं तीए, कुंडळरयणं निवनंदणेण, जसभहनामेणं. ४४ .
सत्याहिवताए, सिरिकंताए मुभामुरो हारो, चिचिक्करयण कणगो, कडगो जयसंधिसचिवेण. ४५ मिंठेण कन्नपाळेणं, कुसरयणं च लक्खमुल्लाई, पत्तेय मिमाइ इओ, उदयपयं दिणयरो पत्तो. ४६
ત્યાં આખી રાત નાચીને થાકેલી નટી પ્રભાતે જરા કાં ખાવા લાગી ત્યારે તેની માતા વિચારવા લાગી કે આટલે લગી અનેક હાવભાવ કરી જમાવેલા રંગને રખેને ભંગ થઈ જશે તેથી તે ગીતિ ગાવાના મિશે કરીને તેણીને નીચે મુજબ પ્રતિબોધવા લાગી. ૪૧-૪૨
- રૂડું ગાયું, રૂડું વગાડયું, રૂડું નાખ્યું, માટે હે શ્યામસુંદરી, આખી રાત પસાર કરી હવે સ્વપ્નના અંતે ગફલત મ કર. ૪૩
તે સાંભળીને મુલક કુમારે તેણીને કંબળરત્ન આપ્યું, રાજાના પુત્ર યશોભદ્રે પિતાના કુંડળ ઊતારી આપ્યાં, સાર્યવાહની સ્ત્રી શ્રીકાંતાએ પિતાને દેદીપ્યમાન હાર ઊતારી આપે, જયસંધિ નામના સચિવે ચકચકતા રત્નવાળું પિતાનું કટક ઊતારી આપ્યું, કર્ણપાળ નામના કિંઠે (હાથી પાળનારાએ) અંકુશરત્ન આપ્યું, એમ એ બધી લાખ મૂલ્યની વસ્તુઓ તેમણે ભેટ આપી એટલામાં સૂર્ય ઊગે. ૪૪-૪૫-૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org