SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ * * * અષ્ટાપદ પાવડી તપ * * [ ૮૭ ] ૬૦, અષ્ટાપદ પાવડી ત૫. (અષ્ટાપદ ઓળી.) અષ્ટાપદ પર્વત ઉપર ચડવાને જે તપ, તે અષ્ટાપદ પાવડી તપ કહેવાય છે. તેમાં આ શુદિ આઠમથી પૂર્ણિમા સુધીના આઠ દિવસ તે એક અષ્ટાનિકા (એની) કહેવાય છે તે દિવસોમાં યથાશક્તિ ( ઉપવાસાદિક ) તપ કરે. પહેલી ઓળીએ તીર્થકરની પાસે સુવર્ણમય એક સપન (પગથીયું) કરાવીને મૂકવું. તથા તેની અષ્ટપ્રકારી પૂજા કરવી. એ પ્રમાણે આઠ વર્ષ સુધી આઠ સોપાન સ્થાપી તપ કરે. ઉઘાપને મેટી સ્નાત્રવિધિપૂર્વક ચવશ–વીશ પકવાન્ન, ફળ વિગેરે ઠેકવાં. આ તપનું ફળ દુલભ વસ્તુની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. અષ્ટાપદ તીર્થાય નમઃ” એ પદનું ગણું વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. બીજી રીતે આસો વદ અમાવાસ્યાથી આરંભી એકાંતરે આઠ ઉપવાસ કરવા. પારણે એકાસણું કરવું. એ પ્રમાણે આઠ વર્ષ કરવું. ઉદ્યાપને અષ્ટાપદ પૂજા, ધૃતમય ગિરિની રચના, સુવર્ણમય નીસરણીએ આઠ-આઠ પગથીયાવાળી આઠ કરાવવી. પવાન્ન તથા સર્વ જાતિનાં ફળ વીશ–વીશ ઠેકવાં. બીજી સર્વ વસ્તુ આઠ આઠ ટેકવી. (જેનપ્રબોધ'માં આ તપને અષ્ટાપદ એળી પણ કહે છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy