________________
* * 5 નંદીશ્વર તપ * * [ ૩૭ ] નંદીશ્વરદ્વીપમાં રહેલા ચૈત્યેની આરાધના માટે આ તપ કહે છે. તેમાં દિવાળીની અમાવાસ્યાને જ પટ્ટ ઉપર નંદીશ્વરનું ચિત્ર કાઢી તેની પૂજા કરવી. તે દિવસે શક્તિ પ્રમાણે ઉપવાસ, આયંબિલ, એકાસણું કે નવી કરવી, પછી દરેક અમાવાસ્યાએ તે જ તપ કરે. એ પ્રમાણે સાત વર્ષ કરે. અથવા એક વર્ષ સુધી કરે. ઉઘાપનમાં મોટી સ્નાત્ર વિધિએ જિનપૂજા કરીને સુવર્ણના કરાવેલા નંદીશ્વરની પાસે બાવન-બાવન જાતિના ભેદક, ફળ, પુષ્પ. પકવાન્ન વિગેરે ઢોકવાં. સાધુપૂજા સંઘપૂજા, સંઘવાત્સલ્ય વિગેરે કરવું. આ તપ કરવાથી આઠ ભવે મોક્ષ પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
બીજી રીત. ઉપર જે સાત વર્ષ સુધી તપ કરવાનું લખ્યું છે, તેમાં મતાંતર આ પ્રમાણે છે– દીવાળીની અમાવાસ્યાઓ શરૂ કરીને તેર અમાવાસ્યા સુધી તપ કરે. પછી ફરીથી દીવાળીની અમાવાસ્યાએ શરૂ કરી તેર અમાવાસ્યાએ પૂરો કર. એ પ્રમાણે ચાર વાર કરે. આ પ્રમાણે કરવાથી પણ સાત વર્ષે પૂરે થાય છે. ઉપવાસ “બાવન થાય છે.
એક વર્ષના સંબંધમાં પણ મતાંતર આ પ્રમાણે છે – દીવાળીની અમાવાસ્યાએ છ૬ કરે, પછી દરેક પુનમ તથા અમાવાસ્યાએ છરૃ કરે. એ રીતે તેર મહિને આ તપ પૂર્ણ થાય છે. એટલે છવીસ છકૂના બાવન ઉપવાસ થાય છે.
નંદીશ્વરદ્વીપતપસે નમઃ” નવકારવાળી વીશ. સાથીઓ વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org