________________
[ ૧૮ ]
*
તપાવલિ
*
*
*
ઉપવાસથી કલ્યાણક તપ કરનાર એક કલ્યાણકની આરાધના કરીને બીજા કલ્યાણકનું આરાધન બીજે વર્ષે તે દિવસે કરે છે, અને એકાસણા કે આયંબિલ વડે કલ્યાણક તપ કરનાર એક તીર્થકરના કે બે તીર્થકરના કલ્યાણકની આરાધના કરીને બાકી રહેલ આરાધના બીજે વર્ષે તે દિવસે કરે છે, એટલે તે તપ કલ્યાણકની તિથિનિબદ્ધ છે, અને દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકના ઉપર બતાવેલા તપ તે તીર્થ કર ભગવંતે કરેલા તપના ઉપવાસ પ્રમાણે કરવાના છે, તેને માટે અમુક દિવસે કરવાનો નિયમ નથી, તેમાં પણ નિર્વાણ કલ્યાણક સંબધી તપ તે ર૨ માસ ને ૮ દિવસ પ્રમાણને હેવાથી એકાંતર ઉપવાસ વડે કરતાં ૪૪ માસ ને ૧૬ દિવસે થઈ શકે છે.
૧૮, ઉદરિકા તપ [પાંચ પ્રકારે]
અલ્પાહાર, અપાર્ધા, દ્રિભાગા, પ્રાતા અને દેશના (કિંચિદના) એ પાંચ પ્રકારે ઊનોદરિકા તપ કહેવાય છે. તેમાં એકથી આઠ કવળ સુધી અપાહાર, નવથી બાર કવળ સુધી અપાઈ, તેરથી સોળ કવળ સુધી દ્વિભાગ, સત્તરથી ચેવિશ કવળ સુધી પ્રાપ્તા અને પચીશથી એકત્રીશ કવળ સુધી કિંચિદૃના આ પાંચ પ્રકારની ઉનેદરિકા ત્રણ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે–એકાદિક કવળવડે જઘન્ય, બે આદિ કવળવડે મધ્યમ અને આઠ આદિ કવળવડે ઉત્કૃષ્ટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org