________________
* * * શ્રેણી તપ * * [ ૧૭૩]
૧૫૩, શ્રેણી ત૫. શ્રેણીના અંકવડે જે તપ તે તપ કહેવાય છે. આ શ્રેણી તપમાં છ શ્રેણીઓ કહી છે, તેમાં પ્રથમ શ્રેણીએ પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું, પછી બે ઉપવાસ કરી પારણું કરવું, બીજી શ્રેણીમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું ત્રીજી શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર ઉપવાસ એ જ પ્રમાણે પારણાવાળા કરવા. જેથી શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર. અને પાંચ. પાંચમીમાં એક, બે, ત્રણ, ચાર પાંચ, અને છ. તથા છઠ્ઠીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, અને સાત નિરંતર ઉપવાસ અનુક્રમે પારણાના આંતરવાળા કરવા. એ રીતે કરવાથી ઉપવાસ ૮૩ અને પારણા ૨૭ મળી કુલ ૧૧૦ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને મેટી સ્નાત્રવિધિ પૂર્વક ૧૧૦ પકવાન્ન, ફળ, પુષ્પ વગેરે ઢેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૫૪, સૂર્યાયણ તપ. સૂર્યની જેમ અયન એટલે ગતિ અર્થાત્ હાનિ અને વૃદ્ધિ કરીને જે તપ થાય તે સૂર્યાયણ તપ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org