________________
[ ૧૬૪ ] * * તપાવલિ * * * આ ભત્તર નામે તપ કહેવાય છે. તેમાં પ્રથમ શ્રેણિએ અનુક્રમે પાંચ, છ, સાત, આઠ અને નવ ઉપવાસ આંતરરહિત પારણાવાળા કરવા. બીજી શ્રેણિમાં સાત, આઠ, નવ, પાંચ અને છ ઉપવાસ કરવા. ત્રીજી શ્રેણિમાં નવ, પાંચ, છ, સાત અને આઠ ઉપવાસ કરવા. જેથી શ્રેણિમાં છ, સાત, આઠ, નવ અને પાંચ ઉપવાસ કરવા. તથા પાંચમી શ્રેણિમાં આઠ, નવ, પાંચ, છ અને સાત ઉપવાસ નિરંતર પારણુવાળા કરવા. તેથી ભદ્રોત્તર તપ થાય છે. આ તપમાં ઉપવાસ દિન ૧૭૫ તથા પારણાદિન ૨૫ મળી બસો દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપન ભદ્રતપની પેઠે જાણવું. આ તપ કરવાથી સર્વ વાંછિતની સિદ્ધિ થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે, ગણુણું વિગેરે તપ નંબર ૧૪૩ પ્રમાણે ગણવું.
૧૪૬, સર્વતોભદ્ર ત૫.
તરફથી કલ્યાણ કરનાર હોવાથી આ તપ સવભદ્ર કહેવાય છે. અહીં પ્રથમ શ્રેણિ નિરંતર પારણાવાળા પાંચ, છ, સાત, આઠ, નવ, દશ અને અગીઆર ઉપવાસ વડે થાય છે. બીજી શ્રેણિ આઠ, નવ, દશ, અગીઆર, પાંચ, છ અને સાત ઉપવાસવડે થાય છે. ત્રીજી શ્રેણિ અગીઆર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ ઉપવાસવડે થાય છે. એથી શ્રેણિ સાત, આઠ, નવ, દશ, અગીઆર, પાંચ અને છ ઉપવાસવડે થાય છે. પાંચમી શ્રેણિ દશ, અગીઆર, પાંચ, છ, સાત, આઠ અને નવ ઉપવાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org