________________
[ ૧૩૪ ] * * તપાવલિ* * *
'ઉદ્યાપનમાં શ્રી ગણધર દેવની પૂજા કરવી ને તેને અંગીયા વિગેરે ૧૦ ચડાવવાં. ગણધરની પ્રતિમાને અભાવે કઈ પણ પ્રભુની પ્રતિમાને ચડાવવાં.
૧૦૬, પોષ દશમી ત૫.
(પં, ત. વિગેરે) આ તપ પિસ દશમી એટલે ગુજરાતી માગશર વદ દશમના દિવસને અનુસરીને થાય છે, તેમાં પ્રથમ નવમીને દિવસે સાકરના પાણીનું એકાસણું કરવું ને ઠામ ચોવિહાર કરે. દશમીને દિવસે એકાસણું કરી કામ ચોવિહાર કરે. તથા અગીયારશને દિવસે તેવિહારું એકાસણું કરવું. એકસણું કરીને વિવિધ આહારનું પચ્ચકખાણ કરવું. ત્રણે દિવસ બ્રહ્મચર્ય પાળવું. બન્ને વખત પ્રતિક્રમણ કરવું. જિનમંદિરમાં જઈ અષ્ટપ્રકારી અથવા સત્તર પ્રકારી પૂજા ભણાવવી. સ્નાત્ર મહત્સવ કર. નવ અંગે આડંબરપૂર્વક ભગવાનની પૂજા કરવી. ગુરુ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરવું. આ પ્રમાણે દશ વર્ષ સુધી કરવું. વળી તપને દિવસે ( માગશર વદિ ૧૦ મે પીષધ કરે. આ પ્રમાણે જે તપ કરે છે, તેની મનકામના સિદ્ધ થાય છે. આ લેકમાં ધનધાન્યાદિક પામે, પરલેકમાં ઈંદ્રાદિક પદ પામે અને છેવટે મોક્ષ પદ પામે. “શ્રી પાશ્વનાથાહતે નમઃ” એ પદનું ગણણું વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org