________________
[ ૧૧૬ ] *
*
તપાવલિ
*
*
*
૮૭, ચઉટ્રિક તપ.
( નં. ક. વિગેરે ) : આ તપમાં એકાંતર આયંબિલ ૩ર કરવાં, પારણે એકસણ કરવાં, એકાસણે વિવિધ આહારનું પચ્ચખાણ કરવું. “નમે અરિહંતાણં' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૮૮, ચંદનબાળા ત૫. (લા.) આ તપ કાતિક વદ ૧૦ થી વૈશાખ શુદિ ૧૦ સુધીમાં અથવા પર્યુષણમાં અથવા કઈ પણ દિવસે કરવામાં આવે છે. તેમાં માત્ર એક અદૃમ કરી ચોથે દિવસે પારણે મુનિને અડદના બાકળાનું દાન દઈ પિતે પણ તેનું જ પારણું કરવું. પચ્ચખાણ આય બિલનું કરવું તથા ઠામ ચઉવિહાર કરવો, “મહાવીરસ્વામિનાથાય નમઃ” એ પદનું ગણું વીશ નવકારવાળીનું ગણવું સાથીયા વિગેરે બાર-બાર કરવા.
વિશેષ વિધિ–શ્રી ચંદનબાળાના તપને પારણે રૂપાની સુપડીને ખૂણે અડદના બાકુળા ભરીની વહેરવે, તે સાથે રૂપનાણુથી ગુરૂપૂજન કરે, પગમાં તથા હાથમાં સૂતરની અથવા રેશમની ફાલકીની આંટી નાંખી મુનિને દાન આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org