________________
* * ચતુર્ગતિ નિવારણ તપ * [ ૧૧૫ ] ૮૬, ચતુગંતિ નિવારણુ તપ.
( નં. ક. ) આ તપમાં ચાર ઓળી કરવાની છે, તેમાં પહેલી ઓળીમાં પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે એક કવળ, ત્રીજે દિવસે એકાસણું, ચોથે દિવસે બે કવળ, પાંચમે દિવસે એકાસણું, છઠે દિવસે ત્રણ કવળ, આ રીતે વધતા વધતા પંદરમે દિવસે એકાસણું અને સેળમે દિવસે આઠ કવળ. એ પ્રમાણે ૮ એકાસણું અને આઠ પારણાના દિવસ મળીને ૧૬ દિવસ અને કવળ ૩૬ કુલ થાય છે. આ પહેલી ઓળી થઈ. બીજી ઓળીમાં પહેલે દિવસે નવી, બીજે દિવસે [ પારણાને દિવસે] નવ કવળ, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે દશ કવળ, એ પ્રમાણે ચડતા ચડતા પંદરમે દિવસે નવી તથા સેળમે દિવસે સોળ કવળ-આ રીતે બીજી ઓળી થઈ. ત્રીજી ઓળીમાં પહેલે દિવસે આયંબિલ, બીજે દિવસે સત્તર કવળ, ત્રીજે દિવસે આયંબિલ, ચેાથે દિવસે અઢાર કવળ એ રીતે ચડતા ચડતા પંદરમે દિવસે આયંબિલ અને સોળમે દિવસે વશ કવળ આ ત્રીજી ઓળી થઈ. એજ રીતે ચેથી એળીમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે પચીશ કવળ, ત્રીજે દિવસે ઉપવાસ, ચોથે દિવસે છવીસ કવળ, એ રીતે ચડતા ચડતા પંદરમે દિવસે ઉપવાસ અને સેળમે દિવસે બત્રીશ કવળ આવે. આ રીતે ૬૪ દિવસે આ તપ પૂર્ણ થાય છે, તેમાં ૩૨ તપના દિવસ અને ૩૨ કવળના દિવસ કુલ કવળ પ૨૮ થાય છે. “નમો અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org