________________
મંગલકલશ રાસ
681
દૂહા
શ્રીદેવી મનિ ચિંતવઈ, “ધન્ય એ મુઝ ભરતાર; ધન્ય જિનદેવ વખાણીઇ, જૈનધરમ જગિ સાર.”
૧ [૫૦] નંદ સેઠની દીકરી, દેવદત્તની નારિ; તે પિણ એહિ જ પાટણે, ભદ્રા નામિ નારિ.
૨ [૫૧] શ્રીદેવીનિ સખીપણુ, ઘણુ તે ભદ્રા સાથિ; ભદ્રા પિણ નેહઈ કરી, મન આપે તસ હાથિ.
૩ [૫૨] દેવદત્તના દેહમાં, રગત-પિત્તનો રોગ; વ્યાપ્યો કરમતણે વસિ, ભદ્રા કરઈ બહુ સોગ.
૪ [૫૩] શ્રીદેવી આગિલિ કહિ, કોઢી હુઓ ભરતા; હવિ બાઈ સ્યુ કીજીઈ?, એ દુખનો નહી પાર.”
૫ [૫૪] ઢાલઃ - ૫, કેદારો ગોડી.
મુહ મચકોડિને કહિ રે, ભદ્રાનિ તેણિ વાર; દેવદત્તનઈ તુઝ સંગથી રે, ઉપનો રગત વિકાર.
૧ [૭૫૫] બહિની! મ કરી મુઝ મ્યું વાત, વેગલી રહો કર સાત; નહી ભલો તારો સંઘાત, વિણઠું તાહ ગાત્ર રે.” ૨ બહિની. [૭૫૬] ભદ્રાનિ તવ ઉપનો રે, મનમાં ઘણો વિખવાદ; તે ચિંતવઈ એહસ્ય લવિ રે, મનિ આણી ઉન્માદ રે. ૩ બહિની. [૭પ૭] ઉઠી તે આમમ-દૂમણી રે, નયણે ઝરતી નીર; વલતી બોલાવી હરખજ્યું રે, “કાંઈ બાઈ! હુઈ દિલગીર? રે.” ૪ બહિની. [૫૮] ભદ્રા કહિ ‘તુઝ નવિ ઘટિ રે, એવો કહેવો બોલ; શ્રી કહિ “મહેં હાસી કરી રે, તુઝ તનુ કુંકુમ ઘોલ રે.” ૫ બહિની. [૫૯]
૧. દૂર. ૨. સંગાથ. ૩. ખરાબ થઈ ગયું. ૪. શરીર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org