________________
38
જ કૃતિ દર્શના
વાપર્યો છે. આથી એવુ લાગે છે કે કવિશ્રીને ‘ભાસ'નો ‘ઢાળ' અર્થ ઈષ્ટ હશે.
આ ચોપાઈ એ માત્રામેળ છંદ છે. અહીં ચોપાઈ છંદમાં એક પણ ઢાળ/પદ્ય નથી. પરંતુ, ચોપાઈ=ચતુષ્પદી=ચાર પાદ વાળું પદ્ય એ અર્થથી “રાસને બદલે રૂઢ અર્થમાં “ચોપાઈ' શબ્દ વપરાયેલો જોવા મળે છે.
જ ઉપદેશાત્મક કે સુભાષિત રૂપ દૂહાઓ એ પ્રસ્તુત ચોપાઈની આગવી વિશિષ્ટતા છે. કેટલાક સુંદર દોહાઓ
પુન બીજ જિહ બોઈયને, સીંચહુ શુભજલ મન; પુહ૫ જગત કે સુખ સવે, ફન ફલ સિવસુખ માન.” [૧૩]. જનમ ઠોર ગર્વો નહીં, ગુણ ગવો જગમાહિ; જીવન મોતી ગુણ ભરિલ, સીપમાહિ કછુ નાહિ.” [૧૯] “સપુત પિતા તે અધિક ગુણ, સમ ગુણ મધમ જાણ; વિન દાન અધક હુઈ, પુત કપૂત વખાણ.” [૨૨].
ઝૂઠ સાહસ માયા ધણી, કબહુ ન સૂચી શાહિ; નિર્ધન કુનિ મુખ કુહરિ, ય લખન તિનમાહિ.” [૪૭] “રવિ પચ્છિમ દિસે ઊગવઈ, વન્ડિ સિતલ જો થાય; કવલ સિલાપર ઉપજઈ, તજે ન કર્મગતિ જાઈ.” [૫૦] “અરથી દોષ ન બૂઝહી, ઈણ ખોટઈ સંસાર; ડોરારઈ કારણિ સહી, તોડઈ મોતિ હાર.” [૨] દુરજન કરંજક રુખ જિઉં, સવઈ કટઈલો અંગ; દુખ-સુખ જીવન એક સમ, સુજન ચંદન ઈક રંગ.' [૧૩] કાનો સુનિ ન પતીજીએ, જઉ લઉ પેખત નાહી; નિરખ્યો પરતખ નઈન જો, કુનિ વીયારુ મનમાંહિ.” [૧૩૭] “માત-તાત-બંધવ-સુજન, કહવે કો જગ રીત; ભીર પરઈ ઠાઢા રહઈ, જીવન સો જગિ મીત.” [૧૪૪] વગેરે.
પ્રાયઃ દરેક સારા-નરસા પ્રસંગ પછી આવા ઉપદેશાત્મક દૂહાઓ મૂકવાની પદ્ધતિ કવિશ્રીનું વૈવિધ્ય સભર જ્ઞાન વ્યક્ત કરે છે.
8 અલંકારોની દ્રષ્ટિએ જોઈએ તો રાસના પ્રાંગણમાં રચેલી ઉપમા-ઉભેક્ષા-નિદર્શના વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org