________________
શ્રી મંગલકલશ રાસમાલા
કોઈ એની સાથે બોલવા તૈયાર નથી એ તો ઠીક, એની સામે નજર મિલાવવા પણ કોઈ તૈયાર નથી. કઈ ભૂલની પોતાને આ સજા થઈ છે એનો ખુલાસો કરવા એની સાથે કોઈ તૈયાર નથી એ તો ઠીક પણ પોતે ખુદ પણ સમજી શકતી નથી કે સહુએ મને પોતાના હૃદયમાંથી શા માટે ઉતારી દીધી છે?
એક જ કારણ લાગે છે.
મેં પોતે જ ગત જન્મોમાં કોક એવું દુષ્કાર્ય આચરી દીધું છે કે જેના ફળસ્વરૂપે મારો પરિણીત પતિ મને ત્યજી દઈને અન્યત્ર ચાલી ગયો છે, સહુ વચ્ચે હું અપ્રિય બની રહી છું અને મારા કાને જે શબ્દો આવી રહ્યા છે એ મુજબ સર્વત્ર હું બદનામ થઈ રહી છું.
આ વિષમ સ્થિતિમાં હું કરું શું? જાઉં ક્યાં?
વાત કોની આગળ કરું?
કારણ?.. અત્યારે મને રાખી છે પણ એક ગુપ્ત ગૃહમાં. જ્યાં મને મળવા લગભગ કોઈ આવતું નથી અને આ સ્થાનને છોડીને અન્યત્ર જવાની મને રજા નથી. શું આખી જિંદગી મારે આમ જ વીતાવી દેવી પડશે?’
આટલું વિચારતાં વિચારતાં તો ત્રૈલોક્યસુંદરીની આંખોમાં આંસુ ધસી આવ્યા. પોતાની જાતને એ સંભાળી ન શકી અને પોક મૂકીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.
પણ,
રણપ્રદેશમાં આંસુને લૂછનાર કોઈ
Jain Education International
117
મળતું નથી તેમ અહીં ત્રૈલોક્યસુંદરીનાં આંસુને લૂછનાર કોઈ હાજર નથી. એની દર્દભરી પોકને સાંભળનાર અહીં કોઈ હાજર નથી. એના બરડાપર વાત્સલ્યસભર હાથ ફેરવનાર અહીં કોઈ હાજર નથી. એના માટે એમ ને એમ સમય પસાર કરવા સિવાય બીજો વિકલ્પ જ નહોતો.
થોડા દિવસો બાદ એ સ્વતઃ સ્વસ્થ તો થઈ ગઈ પરંતુ અચાનક એના મનમાં એક વિચાર ઝબૂક્યો.
મારો પરિણીત પતિ ઉજ્જયિની જ ચાલ્યો ગયો હોવો જોઈએ. કારણ કે મેં એને લગ્નના દિવસે જ્યારે લાડવા ખવડાવ્યા હતા ત્યારે લાડવા ખાઈ લીધા બાદ અચાનક જ એના મુખમાંથી આ શબ્દો નીકળી ગયા હતા કે “આ લાડવા ઉપર પાણી જો ઉજ્જયિનીનું પીવા મળ્યું હોત તો લાડવાની મીઠાશ કંઈક અનેરી જ અનુભવવા મળત.’’ ચોક્કસ, એ ઉજ્જયિનીનો જ હશે અને અત્યારે પણ એ ઉજ્જયિનીમાં જ હશે. જો હું પહોંચી જાઉં ઉજ્જયિની તો કદાચ એની સાથેનો મારો મેળાપ શક્ય બની પણ જાય.’
એક દિવસ પોતાને મળવા આવેલ માતા પાસે ત્રૈલોક્યસુંદરીએ વાત મૂકી.
‘મા! મારું એક કામ તું કરી આપીશ?’ શું?'
‘તું મને વ્યવસ્થા ગોઠવી આપ.’ ‘શેની?’
‘પિતાજી મારું એક વાક્ય પણ સાંભળે.’ ‘મારાથી એ શક્ય નહીં બને.’
For Personal & Private Use Only
www.jainelibrary.org