________________
અસત્ ઉપાયથી સજર્થનું જ્ઞાન ઘટતું નથી નથી જ, કારણ કે વિષની આશંકા પણ મૂછપ, કાર્યનું કારણ છે; શંકા એ બુદ્ધિ છે અને બુદ્ધિ કારણ નથી એમ નહિ, બુદ્ધિ અસત નથી. [અર્થાત તમે આપેલા દષ્ટાંતમાં અસત્ય સર્પદંશ મૂછનું કારણ નથી પરંતુ પિતાને સર્પદંશ થયો છે એવી બુદ્ધિ મૂછનું કારણ છે, અને આવી બુદ્ધિ અસ્તિત્વ ધરાવતી નથી એમ નહિ.]
94. यदपि लिप्यक्षराणामसत्यानां सत्यार्थप्रतिपादकत्वमुच्यते, तदप्यनभिज्ञभाषितम् । रेखाः तावत स्वरूपतः सत्याः । ताश्च खण्डिकोपाध्यायोपदेशसंस्कृतमतेर्वर्णानुमापिका भवन्ति । तथा सम्बन्धग्रहणाद् रेखानुमितेभ्यश्च वर्णेभ्योऽर्थप्रतिपत्तिरिति नासत्याः सत्योपायाः ।
94. વળી, અસત્ય લિયક્ષ સત્યાર્થના પ્રતિપ્રાદક છે એમ તમે જે કહ્યું તે પણ અજ્ઞાની કરે એવી વાત છે. રેખાઓ તે સ્વરૂપતઃ સત્ય જ છે. ઉગ્ર ઉપાધ્યાયના ઉપદેશથી જેની બુદ્ધિ સંસ્કાર પામી છે એવાને તે રેખાઓ વર્ણોનું અનુમાન કરાવે છે. રેખા અને વર્ણ વચ્ચેના સંબંધના ગ્રહણને લીધે રેખા ઉપરથી વર્ણનું અનુમાન થાય છે અને અનુમિત વર્ષો અર્થનું જ્ઞાન કરાવે છે; એટલે અસત્ય રેખાઓ સત્યને [અર્થને ] ઉપાય છે એમ કહેવું ખોટું છે.
95. 'अयं गकारः' इति तु सामानाधिकरण्यभ्रमो लिङ्गलिङ्गिनारभेदोपचारात् । यथा प्रस्थमिताः सक्तवः प्रस्थशब्देनोच्यन्ते तथा रेखातोऽपि गकारानुमानाद् रेखैव गकार इत्युच्यते । एवमनिष्यमाणे लिप्यनभिज्ञस्यापि ततोऽर्थप्रतिपत्तिः स्यात्, रेखाणामसत्यवर्णात्मनां विद्यमानत्वात् , न चैवमस्ति • । तस्माद्वर्णानुमानपुरस्सरैव रेखाभ्योऽर्थावगतिः । अभ्यस्तत्वाद्विषयस्य सूक्ष्मत्वाच्च कालस्य क्रमो न लक्ष्यते, न त्वन्यथा ततोऽवगतिः । तस्मात् पारमार्थिकत्वात् पदतदर्थानां न निरवयवौ वाक्यवाक्यार्थाविति स्थितम् ।।
95. “આ [ રેખા ] ગકાર (= ગવર્ણ) છે' એવો સામાનાધિકરણ્યને (=અભેદને) ભ્રમ તે લિંગ ( = હેતુ) અને લિંગી (=સાધ્ય) ના અભેદેપચારને કારણે થાય છે. જેમ પ્રસ્થથી મપાયેલા સકતુઓ “પ્રસ્થ' શબ્દથી જણવાય છે, તેમ ગકાર (= ગવર્ણ) રેખાથી અનુમિત થતું હોવાથી રેખા જ ગકાર છે એમ કહેવાય છે. જો આમ ન ઇચ્છવામાં આવે તે લિપિથી અજાણ વ્યક્તિને પણ રેખા દ્વારા અર્થનું જ્ઞાન થાય, કારણ કે [ તમારા મત પ્રમાણે ] અસત્ય વર્ણરૂ૫ રેખાઓ તે ત્યાં વિદ્યમાન છે, પરંતુ આમ થતું નથી. તેથી, રેખાઓ વર્ગોનું અનુમાન કરાવી તે દ્વારા અર્થનું જ્ઞાન કરાવે છે. વિષયને અભ્યાસ હેવાને લીધે તેમ જ બહુ જ ઓછા કાળ આ પ્રક્રિયામાં લાગતું હોવાને લીધે કમ જણાતું નથી; અન્યથા (અર્થાત રેખાઓ દ્વારા વર્ષોના અનુમાન વિના) રેખાઓમાંથી અર્થનું જ્ઞાન થતું નથી. નિષ્કર્ષ એ કે પદ અને પદાર્થ પારમાર્થિક હાઈ વાક્ય અને વાક્યર્થ નિરવયવ નથી એ સ્થિર થયું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org