________________
પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિત્યત્વની સિદ્ધિ
૨૯૭ તૈયાયિક – તેનું કારણ એ છે કે કર્મથી પ્રાપ્ત શરીર, ઇન્દ્રિય, આદિ સહકારીઓના સનિધાનને લીધે તેના કાર્યને ઉત્પાદ થાય છે. એટલે આત્માનું કાર્ય કેવી રીતે શરીર બહાર હય? નિષ્કર્ષ એ કે અનન્તર કહેલી રીતે નિત્યત અને વ્યાપકત્વના કારણે આત્માનું પરલેકીપણું અમે ઘટાડ્યું.
156. सूत्रकारस्तु पारलौकिकत्वसिद्धये हेत्वन्तराणि प्रत्यपादयत् । सद्यो जातस्य बालस्य वदनविकासरोदनाद्यनुमितो हर्षशोकादियोगस्तावदस्ति । युवशरीरादौ रोदनादि शोकादिकारणकमवगतम् , आननविकासादि च हर्षहेतुकम् । एवं शिशोरपि तन्निबन्धनस्तदुत्पादः । तौ च हर्षशोको सुखदुःखसाधनाधिगमतदनुस्मरणान्यतरकारणको भवितुमर्हतः, तथा दृष्टत्वात् । इह चास्य न सुखदुःखसाधनपदार्थानुभवः तदानीमस्तीति तदनुस्मरणेमेव हर्षशोकहेतुर्भवेत् । तदनुस्मरणमपि तदनुभवप्रभवम् , अनुभवश्चेह जन्मनि सद्यो जातस्य न समस्तीति जन्मान्तरानुभूतसुखदुःखसाधनानुस्मरणनिमित्तक एवास्य हर्षशोकसमुत्पाद इति जन्मान्तरानुगमान्नित्य आत्मा ।
156. આત્માના પરફેકીપણાની સિદ્ધિ માટે સૂત્રકાર ગૌતમે બીજા હેતુઓ જણાવ્યા છે. તાજા જન્મેલા બાળકના વદનવિકાસ, રોદન આદિ ઉપરથી બાળકને હર્ષ, શોક આદિને વેગ અનુમિત થાય છે. યુવાન શરીર આદિમાં રોદન વગેરેનું કારણ શોક આદિ છે અને વદનવિકાસ આદિનું કારણ હર્ષ આદિ છે એમ આપણે જાણ્યું છે. એ જ રીતે નવજાત શિશુમાં પણ વદનવિકાસ, રોદનની ઉત્પત્તિનું કારણ કમથી હર્ષ અને શક છે. અને તે હર્ષ–શોક સુખ-દુઃખનાં સાધનોના દર્શનથી કે તે સાધના અનુસ્મરણથી ઉત્પન્ન થવા ઘટે છે, કારણ કે તેવું આપણે દેખ્યું છે. અહીં તાજા જન્મેલા શિશુને સુખ- દુઃખના સાધનરૂપ પદાર્થને અનુભવ તે વખતે નથી એટલે તે પદાર્થોનું અનુસ્મરણ જ તેના હર્ષશોકનું કારણ છે. તે અનુસ્મરણ પણ અનુભવજન્ય છે. અને અનુભવ તે તાજા જન્મેલ શિશુને અહીં આ જન્મમાં ઘટતું નથી એટલે પૂર્વજન્મમાં અનુભવેલા, સુખદુ:ખનાં સાધનરૂપ પદાર્થોનું અનુસ્મરણ થતાં તે અનુસ્મરણને કારણે જ તે શિશુને હર્ષ-શેકની ઉપત્તિ થાય છે. આમ પૂર્વજન્મના અનુમાનજ્ઞાન ઉપરથી આત્મા નિત્ય પુરવાર થાય છે.
- 157. नन्वभिनवजीवलेोकावलोकनाह्लादनिबन्धन एवास्य मुखविकासः, तथा योनिद्वारनिर्गमनोद्गतनिरर्गलक्लेशपीडितस्य तस्य रोदनमिति न जन्मान्तरानुभूतस्मरणं कल्पयितुं युक्तम् , अतिप्रसङ्गात् । मैवं, सखदुःखहेतुमीदृशमननुभवतोऽप्यकस्मादेव हर्षशोकदर्शनात् ।
" 157. ચાર્વાક– અભિનવ જીવલેનું અવલેન કરવાથી થયેલ આહલાદને લીધે. તાજા જન્મેલા શિશુને મુખવિકાસ થાય છે, તથા એનિદ્વારમાંથી બહાર નીકળવાથી ઊભા થયેલા નિરળ કલેશની પીડા થવાથી તેને રુદન થાય છે, એટલે પૂર્વજન્મમાં અનુભવેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org