SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શબ્દનું સાધુત્વસ્વરૂપ ભૂલશાસ્ત્ર વિષય पाणिन्यादिष्टस्मृतिद्रढिम्ना मूलभूतमाचमनविधिवद् वैदिकमपि तथाविधविधिवाक्यं कल्पयितुं शक्यमिति शास्त्रस्यापि नाविषयः साधत्वम् । 253. શંકાકાર–વીહિ અને કલંજની જેમ સાધુ-અસાધુ શબ્દનું સ્વરૂપ સિદ્ધ હાય પછી જ સાધુનું વિધાન (“સાધુ શબ્દો વડે બેલવું જોઈએ' એમ) અને અસાધુને પ્રતિષેધ (“અસાધુ શબ્દ વડે ન બોલવું જોઈએ' એમ) કરવા શાસ્ત્ર પ્રવૃત્ત થાય. શબ્દોના સાધુ-અસાધુ સ્વરૂપનું વિધાન શાસ્ત્ર કરતું નથી (અર્થાત શાસ્ત્ર આદેશ આપતું નથી કે આ શબ્દનું સ્વરૂપ સાધુ થાઓ” “આ શબ્દનું સ્વરૂપ અસાધુ થાઓ.”) શબ્દના સ્વરૂપને અર્થાત સાધુત્વ-અસાધુત્વને અભાવ હેય તે શબ્દ વિધિનિષેધને વિષય બનવાને યોગ્ય નથી, એમ કહેવાયું છે. નયાયિક – તમારી વાત સાચી છે, પરંતુ ધર્મોપદેશી શ્રુતિરૂપ શાસ્ત્ર ઉપર વર્ણવ્યું તે રીતે જ (અર્થાત “સાધુ શબ્દ વડે બેલવું, અસાધુ શબ્દો વડે નહિ' એમ આદેશ આપીને જ) સાધુ અને અસાધુ શબ્દના વિધિનિષેધપરક છે. શબ્દના સાધુત્વ-અસાધુત્વ સ્વરૂપની પ્રતિપતિ (= જ્ઞાન) કરાવવાનું કર્તવ્ય તે વિધિને જેની અપેક્ષા છે તે વ્યાકરણસ્મૃતિરૂ૫ શાસ્ત્રનું છે, એમ જાણવું જોઈએ. મૂલવિધિને જેની અપેક્ષા છે તે સાધુત્વ સ્વરૂપનું અવાખાન વ્યાકરણ કરતું હોઈ ત્યાં (અર્થાત સાધુત્વસ્વરૂપની બાબતમાં) વ્યાકરણરૂપ સોપાનથી વ્યવહિત મૂલશાસ્ત્ર પણ પ્રમાણુ બને છે જ. [ વ્યાકરણ દ્વારા જ્યારે સાધુત્વસ્વરૂપને નિર્ણય થાય છે ત્યારે સાધુત્વસ્વરૂપના અનિર્ણયને કારણે પહેલાં મૂલશાસ્ત્રમાં જે અપ્રામાણ્યું હતું તે દૂર થાય છે અને પરિણામે સાધુવસ્વરૂપની બાબતમાં પણ મૂલશાસ્ત્ર પ્રમાણ બને છે.] અથવા પાણિનિએ ઉપદેશેલી વ્યાકરણસ્મૃતિની દઢતાને કારણે મૂલભૂત આચમનાદિ વિધિની જેમ તથાવિધ વિધિવાક્ય પણ કલ્પવું શક્ય છે, એટલે મૂલશાને પણ સાધુત્વવરૂપ વિષય 25. સાવિત્રયોમાર સહિત ઉa | તથા હિન્શન્યા પુત્ર નિરવવक्रमोदीरणोदारगम्भीरगतयः सूक्तयः सूरिजनस्य, अन्या एव दुःश्रवाः कुत्सितसङ्कीर्णवर्णविभागविनिहितहृदयोद्वेगाः ग्राम्यगिरः इति प्रत्यक्षमुपलभ्यते । 254. શબાને શબ્દપ્રયોગ સંકરરહિત જ છે. સુરિજનોની શુદ્ધ વણકમમાં ઉચ્ચારાયેલી, ઉદાર-ગંભીર ગતિવાળી સૂક્તિઓ જુદી છે, અને સાંભળવી ન ગમે એવી, કસિત તેમ જ સંકીર્ણવર્ણવિભાગવાળી અને હદયના ભાવોને હણનારી ગ્રામ્ય વાણું જુદી છે, એ તે પ્રત્યક્ષ વડે જ્ઞાત છે. 255. स चायमसङ्करः प्रयोगो व्याकरणसहायकं प्रतिपद्यमानः साधत्वावगमोपायतां भजत एवेति सर्वथा नाप्रमाणकः साध्वसाधुशब्दविभाग इति । एवं च 'ब्राह्मणेन न म्लेच्छित वै नापभाषित वे' म्लेच्छो ह वा एष यदपशब्दः' इत्याद्यागमवचनान्यपि तदुपयोगीनि व्याख्यातानीव भवन्ति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy