SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ બૌદ્ધ આદિ આગમોમાં મહાજનપ્રસિદ્ધિ ન હોવાથી તેમનામાં આતપ્રણતત્વ નથી મહાજનથી ભય પામી તે કાર્યો એકાન્તમાં [છુપા કરે છે, પ્રકટપણે કરતા નથી. જે તેમને તેમના શાસ્ત્રજ્ઞાનના પ્રામાણ્ય બાબત કઈ શંકા ન હોય તો તેઓ શા માટે તે શાસ્ત્રોપદિષ્ટ કર્મોનું અનુષ્ઠાન ચેરની જેમ છૂપી રીતે કરે છે ? તેથી જ વેન્દકા વગેરે તેમનું પિતાનું મહાજન છે એમ તેઓ સ્થાપી શકતા નથી, પરંતુ ચાર વર્ણો વગેરે જે મહાજન છે અને આ મહાજન વેદવિરોધી આગમોનો નિષેધ જ કરે છે, અનુમોદન કરતું નથી. સંસારચકને સ્પશી શિષ્ટો કપડાં સહિત સ્નાન કરે છે. બૌદ્ધોની સાથેય એમને કઈ વ્યવહાર નથી. પ્રાયઃ સકળ જનસમૂહ વેદધર્મને અનુસરે છે. વેદબાહ્ય જે કઈ આગમ છે તે વંચને જ છે. - 156. દરાયમનસામાન્યવિમવો મહીમાનો ટુનામાં પ્રશ:, યે बाह्यागमवादिन एवमेव स्पर्धन्ते । ते हि स्वागमप्रामाण्यमभिवदन्तो वेदरीत्याभिदधति । वेदे यथातथा प्रवेष्टुमीहन्ते । वैदिकानर्थानन्तरान्तरा स्वागमेषु निबध्नन्ति, वेदस्पर्शपूतमिवात्मानं मन्यन्ते । तेषामप्यन्तहृदये ज्वलत्येव वेदप्रामाण्यम् । अत एवंविधाया महाजनप्रसिद्धेरागमान्तरेवदर्शनान्न तेषामाप्तप्रणीतत्वम् । i56. બીજાના જે સામાન્ય વૈભવ ન ધરાવનાર (અર્થાત વિશિષ્ટ અસામાન્ય વૈભવ ધરાવનાર) મહાભાગ વેદ નામને આ આ ગ્રંથરાશિ છે. તેથી બીજ વેદબાહ્ય આગમને માનનારાઓ આ રીતે જ તેની સ્પર્ધા કરે છે–તેઓ પિતાના આગમનું પ્રામાણ્યા જ્યારે પુરવાર કરે છે ત્યારે વેદના પ્રામાયને જે રીતે પુરવાર કરવામાં આવે છે તે રીતે જ પુરવાર કરે છે. તેઓ જેમ તેમ કરીને વેદમાં પ્રવેશવા ઇચ્છે છે. તેઓ વૈદિક અને (= વિષયને) વચ્ચે વચ્ચે પિતાના આગમોમાં શબ્દબદ્ધ કરી મૂકે છે અને વેદના સ્પર્શથી જાણે કે પવિત્ર બનેલા પોતાને માને છે. તેમના હૃદયમાં વેદનું પ્રામાણ્ય પ્રકટ પ્રકાશે છે જ. નિષ્કર્ષ એ કે બીજા [બૌદ્ધાદિ] આગમમાં આ પ્રકારની મહાજનપ્રસિદ્ધિ દેખાતી ન હોઈ તેમનું આપ્તપ્રણીતવ નથી. 151. શાહ - महाजनप्रसिद्ध्यैव वेदप्रामाण्यनिश्चयात् ।। किमर्थः कण्ठशोषोऽयमियानार्येण संश्रितः ॥ वेदप्रामाण्यसिद्धयर्थं हि इदं शास्त्रमारब्धमिति गीयते । वेदप्रामाण्यस्य च महाजनप्रसिद्भयैव सिद्धत्वात् किं शास्त्रेण ? अलं क्षुद्रचोथैरीदृशैः । महाजनप्रसिद्धिं हि केचिद्विप्लावयन्त्यपि । अतस्तदुपघाताय शास्त्रमत्र प्रयुज्यते ।। तस्मात् पूर्वोक्तानामेव प्रामाण्यमागमानां, न वेदबाह्यानामिति स्थितम् । 157. શંકાકાર કહે છે– મહાજનપ્રસિદ્ધિના આધારે જ વેદના પ્રામાયનો નિશ્ચય થતો હોઈ શા માટે આપ સજજન આટલું ગળું સૂકવો છો ? વેદના પ્રામાણ્યને પુરવાર
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy