SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ફલપ્રવકતવવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ 217. ફલપ્રવર્તકવવાદી–તે પછી ભાવાર્થ દ્વારા જ નિયોગની અને ફળની બંનેની નિષ્પત્તિ થતાં પદસમૂહમાં એક સ્થાને બે વાક્યો આવી પડશે. [અર્થાત વાર્થભેદ નામને દોષ આવી પડશે.] વળી, પ્રકૃત્યર્થ (ભાવાર્થ =ધાવથ થી અનુરક્ત (અન્વિત) નિયુગના અભિધાન દ્વારા નિયુગના વિષયનું નિશ્ચયજ્ઞાન થતું હોઈ, નિગનું જ (ફળનું નહિ) ભાવાર્થનિષ્પાદ્યત્વ પ્રતીત થાય છે. [‘રવા ત”માં “તમાં પ્રકૃત્યર્થ યાગ છે. આ પ્રકૃત્યર્થ વાગ નિગને ( વિધ્યાર્થીને આજ્ઞાનો વિષય છે. નિયોગ સદા પિતાના વિષયથી અનુરક્ત (અન્વિત) જ હોય છે. વિષયથી અનુરક્ત નિયોગ સંભવ નથી. એટલે નિયોગ જ ભાવાર્થથી (પ્રકૃત્યર્થથી) નિપાદ્ય છે, ફળ ભાવાર્થથી નિખાદ્ય નથી.] હવે, ભાવાર્થ દ્વારા સિદ્ધ થયેલો નિયોગ જે ફળને માટે કપવામાં આવતું હોય તે તે પરાર્થ હોઈ વાકયાથ ન બને એમ અમે જણાવ્યું છે. [માની લો કે ભાવાર્થ નિયોગ અને ફળ બંનેને કરે છે તે પ્રશ્ન ઊઠે છે કે ભાવાર્થ તે બેને યુગ૫૬ કરે છે કે ક્રમથી કરે છે ? તે બેને યુગદ્દ કરવાનું તેનું સામર્થ્ય નથી વળી, બંનેને તે યુગપદ્ કરે તો તે બંને તુલ્ય બની જાય, પરિણામે એક વાક્યાથમાં તેમના ગુણપ્રધાનભાવને અભાવ થતાં અનન્વય આવી પડે.] ઉપરાંત યુગપતપક્ષમાં, નિયોગ કેવળ શબ્દને જ વિષય હે ભલે ન દેખાય પરંતુ નિયોગની સાથે નિષ્પન્ન થતું ફળ સ્વર્ગ, પશુ વગેરે કેમ ગૃહીત થતા નથી (અર્થાત દેખાતા નથી ? ક્રમપક્ષમાં પ્રશ્ન ઊઠે છે કે પહેલાં નિયોગ અને પછી ફળ નિષ્પન્ન થાય છે કે પહેલાં ફળ અને પછી નિયોગ નિષ્પન્ન થાય છે? જે કહે કે પહેલાં નિયોગ નિષ્પન્ન થાય છે તે નિયોગની નિષ્પત્તિ પછી તે સંપાઘ રહે નહિ. પરિણામે નિયોગના વિષયમાં (યાગમાં) લિસા ઘટે નહિ, એટલે કરણુશમાં (યાગમાં) પણ વૈધી પ્રવૃતિ થાય. જેમ પ્રયાજ આદિ ઇતિકર્તવ્યતા દ્વારા નિયોગની નિષ્પત્તિ થાય છે ત્યાં (=પ્રયાજ આદિ ઇતિકર્તવ્યતામાં) વધી પ્રવૃત્તિ છે, તેમ ભાવાર્થમાં ( = ધાત્વર્થમાં) પણ વૈધી પ્રવૃત્તિ થાય. જો તમે કહે કે અમે તે ઈચ્છીએ છીએ તે તેની ઈચ્છા શાસ્ત્રની પ્રેરણું વગર સ્વાભાવિક થાય છે' એમ સૂત્રમાં [મી. ૪.૧.રમાં જે જણાવ્યું છે તે અને સ્પેન વગેરે યાગનું અધર્મપણું જે વર્ણવવામાં આવ્યું છે તે બંનેને તમારી આ ઈચ્છાથી વિરોધ થાય. [ ઇતિકર્તવ્યતામાં શાસ્ત્રની પ્રેરણાથી પ્રવૃત્તિ થાય છે, અર્થાત ઈતિકર્તવ્યતામાં-પ્રયાજ આદિમાં થતી પ્રવૃત્તિ વધી છે. એનાથી ઊલટું કરણશમાં -ધાર્થમાં અર્થાત્ સ્વર્ગ આદિના કરણ યાગ આદિમાં શાસ્ત્રની પ્રેરણાથી નહિ પણ ફળની લિસાથી પ્રવૃત્તિ થાય છે. જે ધાત્વર્થમાં પણ શાસ્ત્રની પ્રેરણાથી પ્રવૃત્તિ માનવામાં આવે તે નયાગમાં થતી પ્રવૃત્તિ પણ વૈધી પ્રવૃત્તિ બની જાય અને પરિણામે નાગનું અધર્મવ ન રહે, યાગ ધર્મ બની જાય] જે કહે કે પહેલાં ફળની નિષ્પત્તિ થાય છે અને પછી નિયોગની નિષ્પત્તિ થાય છે, તે તે વખતે (ભાવાર્થ વખતે = ધાત્વર્થ વખતે અર્થાત યાગકાળ) ફળનું દર્શન થાય, કારણ કે તે નિયોગ પહેલાં જ નિધન થઈ ગયું છે. પરંતુ ભાવાર્થ વખતે પુત્ર, પશુ વગેરે દેખાતાં નથી. ફળ દેખાતું ન હોવા છતાં નિષ્પન્ન થઈ ગયેલું હોય છે એ તે અતિ વિસ્મયકારક છે. એટલે કેટલાક કહે છે કે ભાવાર્થ ( ધાત્વર્થ) સ્વગસિદ્ધિને અવાન્તર વ્યાપાર બનાવીને નિયોગનું જ સંપાદન કરે છે. પરંતુ આ મતને નિરાસ અમે કરી નાખ્યો છે, કારણ કે એમ માનતાં જ્વલન આદિની જેમ અવાન્તર વ્યાપાર પ્રધાન વ્યાપારની પહેલાં દેખાવાન માપત્તિ આવે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy