SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ વ્યાવૃત્તિની વાસ્તવિકતાની વિચારણું सजातीयविजातीयव्यावृत्तिविमर्शे तु दर्शनवदसाधारणमाहिग एव विकल्पाः स्युरिति सामान्यनिबन्धनग्रहणादिव्यवहाराभावाच्छब्दानुमाने प्रलयं प्रतिपद्येयाताम् । व्यावृत्तिरपि बाह्या चेत् तदवस्था कौमारिलदूषणाशनिः । आन्तरत्वे तु न तया विकल्पोपरागः कतुं शक्यते । नान्तर्न बहिरिति तु भणितिभङ्गीमात्रम् । 111. બંનેય વ્યાવૃત્તિને વિકલ્પ ગ્રહણ કરે છે એમ માનતાં વિકલ્પ દર્શને ગ્રહણ કરેલાને ફરી ગ્રહણ કરે અને પરિણામે વિકલ્પનું આનર્થ થાય એમ જે તમે કહેતા હે તે અમારે કહેવું જોઈએ કે ના, તેમનું આનર્થક્ય થતું નથી. પ્રમાણ વર્ગમાં પડતા વિકલ્પ ભલે અનર્થક છે અથવા તે અર્થાન્તરને વિષય કરે પરંતુ વ્યાવૃત્તિને વિષય કરતા તેઓ અંશતઃ વ્યાવૃત્તિને વિષય કરે (અર્થાત વિજાતીય વ્યાવૃત્તિને ગ્રહણ કરે) અને અંશતઃ ન કરે (અર્થાત સજાતીયવ્યાવૃત્તિને ગ્રહણ ન કરે, એમાં અમને શ્રદ્ધા નથી સજાતીયવ્યાવૃત્તિ અને વિજાતીય વ્યાવૃત્તિ બે ભિન્ન નથી; તેથી બેમાંથી એકને જ સંસ્પર્શ વિકલ્પમાં ઘટતું નથી. જે વિકલ્પ સજાતીયવ્યાવૃત્તિ અને વિજાતીય વ્યાવૃત્તિ બંનેયને ગ્રહણ કરે તે દર્શનની જેમ તેઓ પણ અસાધારણગ્રાહી (સ્વલક્ષણગ્રાહી) જ બની જાય અને પરિણામે સામાન્યને લીધે થતા વ્યાપ્તિસંબંધનું ગ્રહણ વગેરે વ્યવહારોને અભાવ થઈ જતાં શબ્દ અને અનુમાનને ઉછેદ તમારે કહેવો પડે. જે વ્યાવૃત્તિ બાહ્ય હોય તે કુમારિ દર્શાવેલ દૂષણોનું વજી તેવું ને તેવું જ ધમકીરૂપ રહે છે. જે વ્યાવૃત્તિ આંતર [વિજ્ઞાનરૂપ ] હોય તો તેના વડે વિકલ્પરૂપ વિજ્ઞાનને ઉપરાગ થવું શક્ય નથી. વ્યાવૃત્તિ આંતર પણ નથી અને બાહ્ય પણ નથી, એ તે તુચ્છ શબ્દો માત્ર છે, વાણીની ભંગીમાત્ર છે. - 12. તાદશ ક્રિશ્વિત્ર નિશ્વિત ? ન ક્રિશ્વિન્સેન, તેના વિनामनुरञ्जनस्योपपादयितुमशक्यत्वात् , अत्यन्तमसतश्च शशविषाणादेयवहारविषयत्वाभावात् । असत्ख्यातिनिरसननीतिमेवात्रोत्तरं करिष्यामः । किञ्चिच्चेन्नूनमन्तबहिर्वा तेन भवितव्यमेव । अतः कुमारिलादिष्टदूषणापनिनीषया योऽयमुत्प्रेक्षितः पन्था नूतनः सोऽपि सङ्कटः । तस्माद् यथाऽव्यवसायमेव तत्त्वमिति युक्तम् । 112. વ્યાવૃત્તિ એ કંઈક વાસ્તવિક વરતુ જેવી છે કે જરાય વાસ્તવિક વસ્તુ જેવી નથી ! તે જરાય વાસ્તવિક વસ્તુ જેવી નથી એમ જે તમે કહે તે અમે કહીએ છીએ કે ના, કારણ કે તુચ્છ વ્યાવૃત્તિ વડે વિકને ઉપરાગ ઘટાવ શક્ય નથી, વળી અત્યન્ત અસત શશશૃંગ વગેરે વ્યવહારના વિષય નથી. અસખ્યાતિના ખંડનના તકને જ અહીં અમે ઉત્તરરૂપે આપીશું. જે તે કંઈક વાસ્તવિક વસ્તુ જેવી હોય તે ખરેખર આન્તર કે બાહ્ય તેનું વાસ્તવિક અસ્તિત્વ હોવું જોઈએ. તેથી, કુમારિલે દર્શાવેલ દૂષણોને દૂર કરવાની ઇચ્છાથી જે નવો માર્ગ તમે વિચાર્યો છે તે પણ સંરૂપ છે. માટે યથાધ્યવસાય જ વસ્તુતત્ત્વ છે એમ માનવું યોગ્ય છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy