SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ પ્રમાણથી જાતિ પુરવાર થતી નથી એ બૌદ્ધ મત ૧૪૭ શશશૃંગની જેમ અવિદ્યમાન છે, પરિણામે પદને અર્થ તદાન કેવી રીતે બનશે? ઇન્દ્રિયજન્ય જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરી શકે નહિ કારણ કે તેને વ્યાપાર તે જે પૂર્વાપરમાં અનુસ્મૃત નથી એવા લક્ષણમાત્રને ગ્રહણ કરવામાં પૂરું થઈ જાય છે. અમારે તે વસ્તુ ક્ષણિક અને નિરન્વયવિનાશી છે. તેનું અસ્તિત્વ કેવળ એક ક્ષણમાં સીમિત છે. પૂર્વ અને ઉત્તર ક્ષણે એ તેનું અસ્તિત્વ નથી. પરિણામે અનેક અવસ્થાઓમાં એકધારું ટકતું એવું કોઈ દ્રવ્યરૂપ સામાન્ય નથી. આવી ક્ષણિક અને નિરયવિનાશી વરતુને અમે બૌદ્ધો સ્વલક્ષણ કહીએ છીએ.] [અનેમાં સમાન પણે રહેવું એ સામાન્ય, પિતાનું શરીર અર્થાત રૂપ છે. જે બીજા ઉપર આધાર રાખ્યા વિના સાક્ષાત પિતાના વિષયને ગ્રહણ કરે છે તે ઈજિન્ય જ્ઞાન સાપેક્ષને [અર્થાત વ્યક્તિના જ્ઞાન દ્વારા જણાતા સામાન્યને કેવી રીતે સ્પર્શે ? આકલન કરવામાં આવેલી સમાન વસ્તુઓમાં સામાન્યના હેવા રૂપ સાધારણ રૂપને અવધારીને સામાન્યનું ગ્રહણ થતું હોઈ સામાન્યના સ્વરૂપનું ગ્રહણ સાપેક્ષ છે. ચક્ષુરિન્દ્રિય સાથે સંપર્કમાં આવતાં સૌપ્રથમ જે જ્ઞાન થાય છે તે પૂર્વોપરાનુસંધાનરહિત હોય છે, સ્વતંત્ર (અર્થાત્ બીજા જ્ઞાનની અપેક્ષા ન રાખનારું હોય છે, તે કેવી રીતે સામાન્યને ગ્રહણ કરવા શક્તિમાન બને ? તેના પછી તરત જ ઉદ્ભવતા વિકપ (=સવિકલ્પક પ્રત્યક્ષે તે સ્વભાવથી જ વસ્તુને સ્પર્શવાના કૌશલ રહિત સ્વભાવવાળા છે, એટલે તેમના વડે ગૃહીત સામાન્યનું પરમાર્થ સત્ત્વ ઘટતું નથી. વળી, અનુમાન કે શબ્દ સામાન્યના સ્વરૂપનું વાસ્તવપણું સ્થાપવા સમર્થ નથી, કારણ કે શબ્દ અને અનુમાનને વિષય વિકર્ણ (અર્થાત્ જે કટિને સવિકલ્પક પ્રત્યક્ષને વિષય છે તે જ કોટિન) હોઈ તે વસ્તુને ગ્રહણ કરે એ અસંભવ છે. તેમના દ્વારા વસ્તુપ્રાપ્તિનો વ્યવહાર તે. બીજી રીતે સમજાવીશું. 8. अतश्च न व्यक्तिव्यतिरिक्तं सामान्यं, भेदेनानुपलम्भात् । तथा हि, कुवलयामलकबिल्वादीनि करतलवर्तीनि पृथगवलोक्यन्ते, न जातिव्यक्ती इति न तयोर्भदः । 8. તેથી, વ્યકિતથી જુદું સામાન્ય નથી કારણ કે વ્યક્તિથી જુદુ સામાન્ય દેખાતું નથી. હાથમાં રહેલા કુવલય, આમળું, બીલું વગેરે જુદાં જુદાં દેખાય છે [એટલે તેઓ એકબીજાથી જુદાં છે પરંતુ જાતિ અને વ્યક્તિ જુદાં જુદાં દેખાતાં નથી એટલે તેઓ જુદાં નથી. 9. देशभेदस्य चाग्रहणाद्यत् । यत् खलु यतोऽतिरिक्तं तत् तदधिष्ठितदेशव्यतिरिक्तदेशाधिष्ठानमवधार्यते घटादिव पटः । न चैवं जातिव्यक्ती इति न તો મેંદ્ર | 9. તેઓ જુદી જુદી જગ્યામાં ગૃહીત થતાં ન હોવાથી જુદાં નથી. જેનાથી જે જુદું હોય તે, તે જે દેશમાં હોય તે દેશથી જુદા દેશમાં જ હોય એવો નિશ્ચય છે; જેમકે ઘટથી પટ જુદે છે એટલે ઘટ જે જગાએ હોય તેનાથી જુદી જગાએ પટ હોય છે. એવી
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy