________________
બ્રાન્ડવિષયક મીમાંસક મતનું ખંડન
પ્રતિવેગીથી અવરિષ્ઠ અભાવ જ ગૃહીત થાય છે. [પ્રતિયોગી એટલે શું એ સમજીએ. રજતાભાવ લો. અભાવ કેને? રજતને. તેથી રજત એ પ્રતિયોગી છે અને તેનાથી અવચિછન્ન પ્રસ્તુત અભાવ છે. ન્યાય–વશેષિક મતે અભાવ પ્રત્યક્ષગ્રાહ્ય છે. પરંતુ અભાવનું પ્રત્યક્ષ થવામાં પ્રતિયોગીનું સ્મરણ આવશ્યક છે. જ્યાં સુધી પ્રતિયેગી રજતનું
સ્મરણ ન થાય ત્યા સુધી રજતાભાવનું પ્રત્યક્ષ થતું નથી.] [ઉપર જે કહ્યું તેને] નિષ્કર્ષ એ કે અહીં (= રજતના ભ્રાન્ત જ્ઞાનની બાબતમાં) “રજત નથી જ' એવું બાધક જ્ઞાન થાય છે અને નહિ કે “રજત અલૌકિક છે એવું. વળી, રજતજ્ઞાનમાં ભાસવું તે રજતનું લક્ષણ નથી પરંતુ અબાધિત રજતજ્ઞાનનું ઝેય તેવું તે રજાનું લક્ષણ છે. ઉપરાંત, અમે પૂછીએ છીએ કે વિષયને લૌકિક-અલૌકિક વિભાગ પ્રતિભાઓને આધારે છે કે વ્યવહારની હવા-ન હોવાને આધારે ? તે પ્રતિભાસને આધારે ન હોઈ શકે કારણ કે તેવી પ્રતીતિ નથી, (અર્થાત “આ રજત લૌકિક છે અને આ રજત અલૌકિક છે' એવી પ્રતીતિ નથી.) કોઈક વાર રજતની પ્રતીતિ થાય છે અને દેઈક વાર રજતા ભાવની પ્રતીતિ થાય છે, પરંતુ રજતના લેકિકત્વ કે અલૌકિકત્વની પ્રતીતિ ને થતી જ નથી.
___139. अथ व्यवहारप्रवृत्यप्रवृत्तिभ्यां लौकिकालौकिकत्वे व्यवस्थाप्येते तद्वक्तव्यं कोऽयं व्यवहारो नामेति । ज्ञानाभिधानस्वभावो हि व्यवहारः । स तद्विषयो नास्तीत्युक्तम् । तदर्थक्रियानिवर्तनं व्यवहार इति चेत्, तर्हि स्वप्ने परिरभ्यमाणाया योषितः कूटकार्षापणस्य च लौकिकत्वं प्राप्नोति, उत्पद्य नष्टे घटे अर्थक्रियाया निवृत्तेरलौकिकत्वं स्यात् । अपि च यः शुक्तिकायां रजतव्यवहारं न करोति स रजताभावमेव बुद्ध्वा, न रजतस्य सतस्तस्यालौकिकताम् । यदि चेदमलौकिकं रजतं तत्किमर्थमिह तदर्थक्रियार्थ प्रवर्तते ? अलौकिकं लौकिकत्वेन गृहीत्वेति चेत्, सैवेयं तपस्विनी विपरीतख्यातिरायाता । तस्माद् विपरीतख्यातिद्वेषेण कृतमीदृशा । अत्रापि लोकसिद्धैव प्रतीतिरनुगम्यताम् ।
139. જે વ્યવહારપ્રવૃત્તિના હેવાન હોવાના આધારે લૌકિક-અલૌકિકત્વની વ્યવસ્થા હોય તો આ વ્યવહાર એ શું છે એ તમારે જણાવવું જોઈએ. જ્ઞાનને નામ આપવારૂપ વ્યવહાર પણ છે અને આ વ્યવહારને વિષય લોકિકત્વ-અલૌકિકત્વ નથી એ અમે કહ્યું છે. અર્થ ક્રિયા કરવારૂપ વ્યવહાર અભિપ્રેત છે એમ જે કહેતા હો તે સ્વપ્નમાં આલિંગન કરાતી યુવતી અને ખોટા સિક્કા પણ લૌકિક બની જશે; વળી ઉત્પન્ન થઈ નાશ પામી ગયેલ ઘટમાંથી અર્થ ક્રિયા ચાલી જતી હોઈ તે અલૌકિકત્વ પ્રાપ્ત કરશે. ઉપરાંત, જે માણસ છીપમાં રજને વ્યવહાર કરતા નથી તે રજતાભાવ નણુને જ તેમ કરે છે અને નહિ કે રજાતના હોવા છતાં તેની અલૌકિકતાને જાણીને. અને જે આ અલૌકિક રજત હેાય તે અહીં રજતની અર્થ ક્રિયા માટે પ્રમાતા પ્રવૃત્તિ કેમ કરે ? અલોકિક રજતને લૌકિક રજત જણને તે તેમ કરે છે એમ જે તમે કહેશો તે પેલી બિચારી વિપરીત ખ્યાતિ વળી પાછી આવીને ઊભી રહેશે. માટે વિપરીત ખ્યાતિ પ્રત્યે આ દ્વેષ ન રાખે. અહીં પણ લેકસિદ્ધ પ્રતીતિને જ અનુસરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org