________________
સ્મૃતિમાં ભેદાગ્રહણ કેવી રીતે ઘટશે?
મૂળ પ્રભાકારો- પરંતુ “આ જે છે તે જ રજત છે' એમ અભેદનું ગ્રહણ પણ અહીં થતું નથી. જે એમ [ અભેદનું ગ્રહણ ] માનીએ તો તે વિપરીત ખ્યાતિ જ બની જાય. ભેદના અગ્રહણથી જ પ્રમાતાની પ્રવૃત્તિ થાય છે. [ તમારી વાત માનીએ તો ] ફલતઃ આ પ્રમાણે કહેવું પ્રાપ્ત થાય – ગ્રહણું અને મરણના ભેદના અગ્રહણને પરિણામે તેમના અભેદનું જ્ઞાન થાય છે જે પ્રવૃત્તિનું કારણ બને છે. કેટલાક પ્રભાકરાનુયાયીઓ અનુભવ અને સ્મરણના ભેદને અગ્રહ) પછી તરત ઉત્પન્ન થતું અભેદાકારનું પરામર્શ જ્ઞાન – “જે આ છે તે જ રજત છે? પણ ઈરછે છે; તે પરામર્શશાનને અમે માનતા નથી. આમ એકત્વનું જ્ઞાન માનતાં તો અખ્યાતિવાદ ટકી શકે નહિ અને આડકતરી રીતે વિપરીત ખ્યાતિ જ કહી ગણાય.
101. नन्वेवमख्यातिपक्षे प्रतिष्ठाप्यमाने नेदं रजतमिति पूर्वावगतरजतप्रतिषेधबोधी बाधकप्रत्ययो दृश्यमानः कथं समर्थयिष्यते ? अप्रतीतिज्ञो देवानांप्रियः । न ह्यनेन रजतनिषेधो विधीयते किन्तु प्रागगृहीतो विवेकः प्रख्याप्यते । न इदं रजतं, यदेवेदं तदेव रजतमित्येतन्न, इदमिदं रजतं रजतम् इति । एतदुक्त भवति इदमन्यद्रजतमन्यदिति, सोऽयं विवेकः ख्यापितो भवति ।
101. ભટ્ટ મીમાંસક-આ પ્રમાણે અખ્યાતિપક્ષની સ્થાપના કરવામાં આવતાં, પહેલાં જાણેલ રજતનો પ્રતિષેધ કરનારું “આ રજત નથી” એવું જે બાધક જ્ઞાન અનુભવાય છે તેનું સમર્થન તમે પ્રભાકરે કેવી રીતે કરશો?
પ્રાભાકર મીમાંસક- એ મૂર્ખ ! તું એ જ્ઞાનના સ્વરૂપથી અજાણ છે. એના વડે રજતને નિષેધ કરાતા નથી પરંતુ પહેલાં ન રહેલા વિવેકનું જ્ઞાન કરાવાય છે. “આ રજત નથી” અર્થાત્ જે આ છે તે જ રજત છે એવું નથી' અર્થાત્ “આ આ છે, રજત રજત છે. આનો અર્થ એ થયો કે ‘આ’ બીજી વસ્તુ છે અને “રજને બીજી વસ્તુ છે એવો જે આ વિવેક એ જણાવાય છે.
102. નવમ્ ‘હું નતમ રૂસ્યા સ્મરણાનુમવર્મવત વિવાદળ, સ્થળે તુ कथमेतद्भविष्यति ? भोरो ! किं जातं स्वप्ने ?
विवेकेन न गृह्यते स्मरणानुभवौ क्वचित् ।
स्वप्ने तु स्मृतिरेवैका तथात्वेन न गृह्यते ।। 102. ભાટ મીમાંસક – આમ “આ રજત છે' એ ભ્રાન્તિના દૃષ્ટાન્તમાં સ્મરણ-અનુભવન, ભેદનું અગ્રવણ માની લઈએ, પરંતુ બ્રિાનિસ્વરૂ૫] સ્વપ્નમાં આ સ્મરણ-અનુભવના ભેદનું અગ્રહણ કેવી રીતે બનશે ?
- પ્રભાકર મીમાંસક-અરે ભીરુ ! સ્વપ્નમાં શું થાય છે? કેટલીક વાર (= શુક્તિમાં રજતના ભ્રમશાન જેવાં શ્રમજ્ઞાનમાં) સ્મરણ અને અનુભવના ભેદનું અગ્રહણ હોય છે પરંતુ સ્વપ્નરૂ૫ ભ્રમમાં તે કેવળ સ્મૃતિ જ હોય છે અને સ્મૃતિનું સ્મૃતિરૂપે અગ્રહણ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org