________________
અસખ્યાતિને નિરાસ પ્રભાકર મીમાંસક –તે અસખ્યાતિ પણ ઘટતી નથી. “અસખ્યાતિને અર્થ શા છે? શું એનો અર્થ “એકાન્ત અસત્ અર્થનું જ્ઞાન” છે કે પછી “અન્ય દેશ વગેરેમાં વિદ્યમાન અર્થનું જ્ઞાન” છે? બીજો પક્ષ સ્વીકારો તે આ અસખ્યાતિ વિપરીત ખ્યાતિ જ બની રહે, કારણ કે નૈયાયિકે પણ (જે દેશમાં શુક્તિ છે) તે દેશમાં રજાનું અસ્તિત્વ સ્વીકારતા નથી, વળી દેશાતરમાં રજતની સત્તા તમે (ભાદ્રો) પણ સ્વીકારે જ છે. એકાન્ત અસત અર્થનું જ્ઞાન થાય છે એ પક્ષ રુચિકર નથી, કારણ કે આકાશનલિની, આકાશપલવ વગેરે એકાન્ત અસત્ અર્થોનું જ્ઞાન થતું જ નથી. વાસનાના સાતત્યને કારણે અત્યંત અસત્ અર્થોનું જ્ઞાન થાય છે એમ જે કહેવામાં આવે તે એ બરાબર નથી, કારણ કે અર્થ વિના વાસના પિતે જ ઘટતી નથી. અર્થને અનુભવે પાડેલે સંસ્કાર જ વાસના કહેવાય છે. તે કેવી રીતે અત્યંત અસત વસ્તુના જ્ઞાનને ઉત્પન્ન કરે ? અથવા તે આ વાસનાથી જુદી જ બીજી કોઈ વાસના આપને માન્ય હોય તે ભલે તેવી વાસના હે; પરંતુ તે પણ, રજત અને ગગનનલિન બંને સમાનપણે અત્યંત અસત હોવા છતાં, રજતનું જ જ્ઞાન જન્માવે અને ગગનનલિનનું ન જન્માવે એ નિયમ કયાંથી ? માટે, આવી વાસનાનું કોઈ પ્રજન નથી. આટલી મોટી નક્કર વ્યવહારધુરાને વહેવા માટેનું સામર્થ્ય અત્યન્ત અસત અર્થમાં ઘટતું નથી. વળી, અસત અર્થો સતરૂપે જ્ઞાનમાં પ્રહીત થાય છે એમ કહેવાથી તે અસખ્યાતિ પણ વિપરીવખ્યાતિથી જુદી નહિ પડે. 95. તમાદ્રરમા મધ્યાતિરસ્ત विज्ञानमेव खल्वेतद्गृह्णात्यात्मानमात्मना । बहिर्निरूप्यमाणस्य ग्राह्यस्यानुपपत्तितः ॥ बुद्धिः प्रकाशमाना च तेन तेनात्मना बहिः ।
तद्वहत्यर्थशून्याऽपि लोकयात्रामिहेदृशीम् ।।
95. વિજ્ઞાનવાદી બૌદ્ધ- એટલે આત્મખ્યાતિ વધુ સારી છે એમ માનો. વિજ્ઞાન પોતે જ પોતાને ગ્રહણ કરે છે કારણ કે બહાર જણાતું ગ્રાહ્ય ઘટતું નથી. તે તે રૂપે બહાર પ્રકાશનું અર્થશૂન્ય વિજ્ઞાન અહીં આવા લેકવ્યવહારનું વહન કરે છે.
96. उच्चते-नात्मख्यातिरपि युक्तिमती ! विज्ञानात्मनो हि प्रतिभासेऽहं रजतमिति प्रतीतिः स्याद् नेदं रजतमिति । किञ्च 'यदन्त यरूपं हि बहिर्वदवभासते' [प्रमाणसमुचचय ] इत्यभ्युपगमादियमपि विपरीतख्यातिरेव स्यात् । असत्ख्यातिरपि चेयं भवत्येव, बहिर्बुद्धेरसत्वात् । बुद्धिरस्त्येवेति चेद् बहिष्ट्वं तर्हि चिन्त्यं सत् असत् वेति ? न तावत् सत् , बुद्धेर्बाह्यत्वाभावात् । असत्त्वे त्वसत्ख्यातिरित्युक्तम् ।
96. પ્રાભાકર મીમાંસક- આત્મખ્યાતિ પણ તર્કથી ઘટતી નથી. વિજ્ઞાનનું જ જ્ઞાન થતું હોય તે “હું રજત છું” એવા આકારનું જ્ઞાન થાય, આ રજત છે એવા આકારનું જ્ઞાન ન થાય. વળી, જે યરૂપ અંતર છે તે યરૂપ જાણે બાહ્ય હોય એમ ભાસે છે એમ સ્વીકારતાં આ આત્મખ્યાતિ પણ વિપરીત ખ્યાતિ જ બની જાય. તે અસખ્યાતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org