________________
પ૮
વિપરીત ગાને સંભવતાં નથી
ज्ञानं किमिति बाधितमुच्यते । अपि च पूर्वस्मिन्प्रत्यये प्राप्तप्रतिष्ठे सति आगन्तुरुत्तरः प्रत्ययो बाधितुयुक्तः, न पूर्वो, न चैवं दृश्यते । तस्मान्न बाध्यं नाम विज्ञानमस्ति । तदभावान्न तत्साधर्म्यनिबन्धनः संशयः । तदभावात्संवादाद्यनन्वेषणान्न परतः प्रामाण्यम् । | 86. આ રીતે વિચારતાં પણ બાધ સંભવ નથી. બાધ સમાનવિષયક બે જ્ઞાને વચ્ચે સંભવે છે કે અસમાનવિષયક બે જ્ઞાન વચ્ચે ? સમાનવિષયક બે જ્ઞાને વચ્ચે બાધ ન સંભવી શકે કારણ કે ધારાવાહી જ્ઞાનમાં બાધ દેખ્યો નથી. અસમાનવિષયક બે જ્ઞાને વચ્ચે પણ બાધ સંભવ નથી કારણ કે સ્તંભના જ્ઞાન અને કુંભના જ્ઞાન વચ્ચે બાધ જણાતો નથી. પૂર્વજ્ઞાને ગ્રહણ કરેલા વિષયથી અન્ય વિષયનું ગ્રહણ અત્યારે ઉત્તર જ્ઞાન કરતું હોય છે તેથી કંઈ પૂર્વજ્ઞાન બાધિત કહેવાય ? વળી, પૂર્વજ્ઞાને તે પ્રતિષ્ઠા ( = દઢતા ) પ્રાપ્ત કરી લીધી હોવાથી નવું આવનાર ઉત્તરજ્ઞાન બાધિત થવાને ગ્ય છે (કારણ કે હજુ તેણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી નથી), પૂર્વજ્ઞાન બાધિત થવાને યોગ્ય નથી; પરંતુ એવું તે દેખાતું નથી. તેથી, બાધ્ય જ્ઞાન છે જ નહિ. બાધ્ય જ્ઞાન જ અસંભવિત હાઈ સાધમ્યજન્ય સંશય જાગતો નથી. સાધમ્યજન્ય સંશયના અભાવે સંવાદ વગેરેના અષણને અભાવ થતાં પ્રામાણ્ય પરતઃ નથી એ ફલિત થાય છે,
87. नन्वेवं बाधे निराक्रियमाणे किममी शुक्तिकारजतादिग्राहिणो विपरीतप्रत्यया अबाधिता एवासताम् ? आः कुमते ! नामी विपरीतप्रत्ययाः । न हीदृशानां विपर्ययाणामुत्पत्तौ किमपि कारणमुत्पश्यामः । न तावदिन्द्रियमेवंविधबोधविधायि भवितुमर्हति, सर्वदा तदुत्पादप्रसङ्गात् । नापि दोषकलुषितं, दुष्टं हि कारणं स्वकार्यकरणे एव कुण्ठितशक्ति जातमिति तदेव मा जोजनत् , विपरीतकार्यकरणस्य किं वर्तते ? न हि दुष्टानि शालिबीजानि यवाकुरकरणकौशलमवलम्बेरन् । तस्मात् कारणाभावादपि न विपरीतप्रत्ययास्ते ।
87. ભટ્ટ મીમાંસક– આ પ્રમાણે બાધને નિરાશ કરાતાં, શક્તિમાં રજાનું ગ્રહણ કરનાર જેવાં આ વિપરીત જ્ઞાને શું અબાધિત જ રહેશે ?
પ્રભાકર મીમાંસક– ઓ દુબુદ્ધિ ! આ વિપરીત જ્ઞાન નથી કારણ કે, એવાં વિપરીત જ્ઞાનની ઉત્પત્તિનું કઈ કારણ અમને દેખાતું નથી. ઈન્દ્રિય આવાં વિપરીત જ્ઞાનોનું કારણ હોઈ શકે નહિ, કારણ કે ઇન્દ્રિયને આવાં વિપરીત જ્ઞાનેનું કારણ માનતાં સદા આવાં વિપરીત જ્ઞાનની જ ઉત્પત્તિ થતી રહેવાની આપત્તિ આવે. દેશથી કલુષિત ઈન્દ્રિય પણ આવાં વિપરીત જ્ઞાનેનું કારણ નથી, કારણ કે દુષ્ટ કારણ પિતાનું કાર્ય કરવાની જ શક્તિ ધરાવતું હોતું નથી, એટલે તે પોતાના કાર્યને જ પેદા નહિ. કરે અને તે પછી વિપરીત કાર્યને પેદા કરવાની તે વાત જ ક્યાં રહી ? દુષ્ટ શાલિબીજે વાંકુરને પેદા કરવાનું કૌશલ ધરાવતા નથી. નિષ્કર્ષ એ કે વિપરીત જ્ઞાનેનું કઈ કારણ ન હોઈ, વિપરીત જ્ઞાને સંભવતા જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org